________________
કૃષ્ણે અને કસ.
આ
( ૧૫૧ ) કુથી ઘેરાએલે કંસ ચ સ્વરે પેાતાના ચઢ્ઢાએ પ્રત્યે એલ્ચા—“ સુભટા! શું જુએ છે ? આ ચાણને મારનારને પકડા. એ દુષ્ટને જીવતા છેડશેા નહીં. જે કાઇ બીજો એની મદદ કરનારા હોય, તેને પણ પકડા. ખીહીશેા નહિ. જેમ ચારને શિક્ષા કરાય છે, તેમ ચારની સહાયતા કરનારને પણ શિક્ષા કરવી જોઇએ. ’’ કંસનાં આવાં વચન સાંભળી કૃષ્ણે ક્યું, “ અરે દુષ્ટ ! તું ગેટ શુ` મકે છે ? તારા દુષ્ટ કર્માનું ફળ તને હમણાંજ આ સભામાં મળશે, અરે અધમ! તે' મારા તરત જન્મેલા ભાઇને શિલા ઉપર પછાડી માર્યાં હતા, એ વાત ભુ તું ભુલી ગયા ? તે શું ઘાર કૃત્યનુ ફળ તને આજેજ મળવાનુ છે. ” પ્રમાણે કહી કૃષ્ણે કસને લાત મારી તેને મુગટ નીચે નાંખી દીધા. અને કેશ પકડી તેને સિંહાસન ઉપરથી નીચે પાડી દીધા. તે વખતે કંસ જમીન ઉપર પડી પસીનાથી ભીંજાઈ ગયા. તેના નેત્રામાંથી અશ્રુધારા ચાલવા લાગી અને શરીર થરથર કંપી ચાલ્યુ’. આ સમયે · મારા મારા ’ એમ પાકાર કરતા કંસના શસ્ત્રધારી સુભટ બેઠા થયા અને તેમણે કૃષ્ણને ઘેરી લીધેા, એટલામાં મુષ્ટિકને મારી બળદેવ આવી તે ચાદ્ધાઓના સંહાર કરવા લાગ્યા. કૃષ્ણે તે મૃતપ્રાય થયેલા કંસની છાતીમાં લાત મારી તેને યમપુરીમાં પહેાંચાડી દીધા. કૃષ્ણના ભયથી કંસે જરાસંઘનુ સૈન્ય પેાતાની પાસે રાખ્યુ હતુ. તે કૃષ્ણની ઉપર મારવાને તુટી પડયુ. તે જોઇને સમુદ્રવિજયનું સૈન્ય જરાસંધના સૈન્ય ઉપર તુટી પડયું.
'