________________
કૃષ્ણ અને કંસ.
(૧૪૩) છે? તમે ઉદાસ કેમ દેખાઓ છે?ત્યારે કૃષણે કહ્યું, મોટા ભાઈ! તમે મારી માતાને દાસી કહી બોલાવી તે મારાથી કેમ ખમાય માતાનો તિરસ્કાર જોઈને કયા પુત્રને શોકન થાય? એવું સાંભળી હિણપુત્ર બળદેવ કૃષ્ણના મુખ ઉપર હાથ ફેરવી અને તેને છાતી સાથે દાબી બેલ્ય-“ભાઈ! યશોદા તારી ખરી માતા નથી, તેમ નંદ પણ તારે પિતા નથી. તારી ખરી માતા તે દેવકી છે. જે કોઈ સમયે તને સ્તનપાન કરાવવા આવે છે. અને જેને દેવતાઓ પણ માન આપે છે એ વસુદેવ તારો ખરો પિતા છે. અને રાજા સમુદ્રવિજય તારા પિતાને વડે ભાઈ છે. ત્યારે કૃષ્ણ આશ્ચર્યથી પુછયું, “શું તમે મારા સગા ભાઈ થાઓ ?” બળભદ્રે કહ્યું, હું તારે ઓરમાન ભાઈ છું. આપણું એકજ કુટુંબ છે. સર્વ બળવાન ચાદવે આપણું ભાઈઓ છે. વળી તને જોઈને વિદ્વાન જોષી એએ કહેલું છે કે, “કૃષ્ણ ભરતાદ્ધપતિ થશે. એ વાતનો વિચાર કરતાં તારા જેવા ઉત્તમ પુરૂષને જન્મ આ ગેકુળમાં થાય? જેમ મરૂસ્થળમાં આંબાના વૃક્ષની ઉત્પત્તિ થતી નથી, તેમ પુણ્યવાન પુરૂષની ઉત્પત્તિ અગ્ય સ્થળમાં થતી નથી. તારા ખરા માત પિતાએ જે તારો ત્યાગ કરે છે, તે તારા હિતને માટે કરે છે. એ હકીકત સર્વ યાદવે જાણે છે.”
બળદેવના મુખમાંથી આ વૃત્તાંત સાંભળી કૃષ્ણને અતિ આશ્ચર્ય ઉત્પન્ન થયું. તેણે ઇંતેજારીથી પુછયું. મોટા ભાઈ ! મારે માથે એવું શું ભય હતું, કે મને મારા પિતાએ ગોકુ