________________
કૃષ્ણ અને કંસ.
• (૧૩૫) મને જે ઘડે છે, એ બંનેને પુષ્ટ કથા મત્ત કરીને મથુરાનગરીની બાહેર છેડી મુકે. સિંહ જેમ હરિને લીલામાત્રમાં મારી નાંખે, તેમ જે તે બંનેને લીલામાત્રમાં મારી નાંખે તે તમારે ઘાતક શત્રુ સમજે. બીજા લેકે જેને સ્પર્શ પણ કરી શકે નહીં એવું તમારું જે સારંગ નામનું ધનુષ્ય છે, તેને જે ચડાવી શકે તે તમારે પ્રાણહારક શત્રુ સમજ. એ કૃત્ય કરવાથી તે લેકમાં સારંગપાણિ એવા નામથી પ્રખ્યાત થશે. તમારી સભામાં ચાણુર નામને માટે મલ્લ છે. તે ઘણે પરાક્રમી છતાં તેને જે મારી નાંખે તે તમારે નાશકારક શત્રુ સમજ. વળી તમારી પાસે પોત્તર તથા ચંપક નામના જે બે મદોન્મત્ત હસ્તિઓ છે, તેઓના જે પ્રાણ લેશે તે તમારે કટ્ટો શત્રુ સમજ. યમુના નદીને વિષે કાલેય નામને એક મહાસર્પ રહે છે, તેનું જે દમન કરશે તે તમારા પ્રાણવાયુને નાશ કરશે.” જોષીના આવાં વચન સાંભળી કંસ કંપાયમાન થઈ ગયું અને તેના હૃદયમાં મૃત્યુને મહાભય ઉત્પન્ન થઈ આવ્યું. પછી તરતજ તેણે પોતાના મંત્રીઓને બેંલાવીને કહ્યું કે “અરિષ્ટ, બળદ, કેશી ઘડે, અને પદ્યોત્તર તથા ચંપક હાથી એ બધાને સારે ખેરાક આપી પુષ્ટ કરે છે, બીજા કેઈનાથી તેને પરાભવ થઈ શકે નહીં. અને તેઓ પિતાની સામે આવેલાને જીતી લીએ.” કંસની આવી આજ્ઞા થતાં તેના મંત્રીઓએ તે પ્રમાણે બધી પેજના કરીને કંસને તેના ખબર આવ્યા.
ગેકુળમાં અહર્નિશ આનંદેત્સવ થઈ રહ્યો છે. શરદ