________________
કૃષ્ણ અને કસ.
(૧૩૩) મહાદેવીએ એ સ્વનાંની વાત પોતાના પ્રાણનાથ સમુદ્રવિજય રાજાને કહી. એવામાં તિકશાસ્ત્રને જાણનાર કેપ્ટકી નામે મહા વિદ્વાન ત્યાં આવી ચડયે અને તેની સાથે ચારણશ્રમણ પણ ત્યાં આવ્યા. રાજા સમુદ્રવિજયે સ્વપ્નનું વૃત્તાંત તેઓને કહી સંભળાવ્યું, તે ઉપરથી તેઓ ત્યા“રાજન ! તમારા મહારાણી શિવાદેવી તીર્થકરની માતા થશે એવું આ સ્વપ્નાં ઉપરથી જણાય છે. તમારો પુત્ર લોકેત્તર પરાક્રમી અને ત્રણ ભુવનનું રક્ષણ કરવામાં સમર્થ થશે.” તેમના આવાં વચન સાંભળી રાજા સમુદ્રવિજય તથા શિવાદેવીને અતિશય હર્ષ ઉત્પન્ન થયું. પછી તેમણે તેઓને અતિ સત્કાર કરી વિદાય કર્યા હતા. ગર્ભના પ્રભાવથી શિવાદેવીનું સંદર્ય
અતિશય વિશેષ પ્રકાશવા લાગ્યું. રાજા સમુદ્રવિજયનો પ્રતિદિન ઉત્કર્ષ થવા લાગ્યું. અને તેની સત્કીર્તિ દેશ દેશમાં પ્રસરી ગઈ. અનુક્રમે ગર્ભના માસ પૂરા થવાથી શ્રાવણ માસની શુકલ પંચમીને દિવસે ચિત્રા નક્ષત્રને ચંદ્ર થતાં અને સર્વ શુભ ગ્રહો લગ્નને જોતાં શિવાદેવીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. ત્યારે ઇંદ્રોએ આવી તેમને સ્ના ત્રેત્સવ કર્યો. દેવતાઓએ રત્નોની વૃષ્ટિ કરી. તે પુત્રના પ્રભાવથી જે પ્રાણુઓને સ્વપ્નમાં પણ સુખને અનુભવ થયેલો નહિ, તે પ્રાણુઓ પણ યથાર્થ સુખને દવા લાગ્યા. રાજા સમુદ્રવિજયે કેદીઓને કારાગૃહમાંથી મુક્ત કર્યા અને ગરીબ પ્રાણુઓને ઘણું દ્રવ્ય વહેંચી આપ્યું. આખું શેર્યપુર નગર ધન ધાન્યથી પરિપૂર્ણ થઈ ગયું, તે