________________
કંસ અને જીવયશા.
( ૧૦૯ )
હું ભદ્રે ! મારા કટ્ટા શત્રુ સિંહરથ રાજાનું શું થયુ? અને આ તમારી સાથે આવેલ તરૂણ પુરૂષ કાણુ છે ? ’’ સમુદ્રવિજયે વિનયથી કહ્યુ, “ રાજેંદ્ર ! આપે આજ્ઞા કરી હતી કે, સિંહપુર નગરના રાજા સિંહરથને આંધી પકડી લાવવા; કારણ કે તે આપની આજ્ઞા માનતા ન હતા. તે ઉપરથી તેની સાથે યુદ્ધ કરવા જવાને તૈયાર થયા, તે વખતે મારા ભાઈ વાસુદેવે આવી કહ્યું કે જ્યાં સુધી હું તમારા આજ્ઞાકારી અગ્રેસર છું, ત્યાં સુધી યુદ્ધ કરવા માટે તમારે પેાતાને જવાની શી જરૂર છે? આ પ્રમાણે કહી વસેદેવે ઘણેા આગ્રહ કર્યા એટલે મે તેને જવાની આજ્ઞા આપી. પછી વસુદેવે જઇ સિંહપુર નગરને ઘેરા ઘાલ્યો. બન્નેની વચ્ચે મેટું યુદ્ધ થયુ. છેવટે સિ હરથે વસુદેવના સૈન્યના પરાભવ કરવા માંડયા, તે વખતે તેના પ્રિય સારથીએ નીચે ઉતરી પેાતાના બાહુવડે સિ’હરથના રથને ચુણુ કરી નાંખ્યા, અને જેમ વાઘને પકડી પાંજરામાં ઘાલે, તેમ એને ખાંધી તે વસુદેવની પાસે લઇ ગયા. પછી વસુદેવ આપના કટ્ટા શત્રુ સિંહરથને પકડી-મધી મારી પાસે લાન્ચે અને હું તેને આપની પાસે લાવ્યેા છું. હવે આપને યાગ્ય લાગે તે શિક્ષા કરેા. જે વસુદેવના સારથિએ પરાક્રમ કરી સિંહૅરથ રાજાને પકડયા હતા, તેજ આ તરૂણ પુરૂષ છે. તેનું નામ કંસ છે, અને તે મારા ભાઇ વસુદેવની પાસે રહી તેના પ્રીતિપાત્ર બન્યા છે.
77
કંસના પરાક્રમની વાત સાંભળી જરાસંધ તેની ઉપર