________________
કંસ અને જીવયશા.
(૧૦૭)
પ્રકરણ ૧૩ મું.
કંસ અને જીવયશા. સમૃદ્ધિવાળા રાજમહેલમાં એક પરાક્રમી રાજા સિંહાસન પર બેઠે હતો. તેની આકૃતિ અને કૃતિ બંને ભયંકર હતાં. તે પિતાની આજ્ઞા પળાવાને મહાન આગ્રહ ધારણ કરતું હતું. તેની આજ્ઞા હજારે રાજાએ મસ્તકથી ગ્રહણ કરતા હતા. તેના સર્વ સેવકે તેનાથી કંપાયમાન થતા હતા. તેના વિકરાળ સ્વરૂપને જોતાંજ શત્રુઓ કંપી ચાલતા અને સત્વર તેને તાબે થતા હતા.
આ ઉગ્ર નૃપતિ ઉંચા વિચારમાં મગ્ન થયો હતે. બીજાને પરાભવ કરે, એજ તેનું મહાવ્રત હતું. અને તેને માટે જ તે સદા મનન કર્યા કરતું હતું, પણ આ વખતે તે એક બીજા વિચારમાંજ ઉતરી પડયે હતો. તેને એક સુંદર રૂપવતી પુત્રી ઉત્પન્ન થઈ હતી. પણ તેનામાં કેટલાએક નઠાશ ચિન્હ હતા. તે ચિન્હો ઉપરથી રાજાના જાણવામાં આવ્યું હતું કે, “આ કન્યા પિતાને તથા પોતાના શ્વસુર કુળનો નાશ કરનારી થશે.” આથી તેને કયાં આપવી ? અને તેનું શું કરવું ? તેને માટે તે ચિંતામગ્ન થયે હતે.
વાંચનાર! આ ચિંતા કરનાર પરાક્રમી રાજા તે