________________
(૧૦૪)
જૈન મહાભારત. વ્રતા હતી. દરેક કાર્ય પતિની આજ્ઞા મેળવીને કરતી અને તે અહર્નિશ પતિ સેવામાં તત્પર રહેતી હતી. પતિને પિતાનું સર્વસ્વ ગણું તે તરફ પૂજ્યભાવ રાખી વર્તાતી,અને પતિની મરજી સંપાદન કરવામાં જ પોતાના જીવનનું સાર્થકય માનતી હતી. તે સાથે તે રાજમહિષી ઘણું ઉદાર હતી. દીન તથા દુ:ખી જનને આશ્રય આપતી અને સદા તેવાં કાર્યમાં તન, મન, ધનથી પ્રવર્તતી હતી. આથી હસ્તિનાપુરની પ્રજામાં તે ઘણું માનનીય અને વંદનીય થઈ હતી. સર્વ લોકો તેને દીદ્વારિણી દેવી તરીકે માનતા અને તેનાં દર્શન થવાથી પિતાને પવિત્ર થયેલા સમજતા હતા.
- રાજા પાંડુ અને મહારાણું કુંતીને રાજ સંસાર સુશેભિત બન્યા હતા. તેઓ બંને રાજદંપતી ધર્મ તથા બીજા સત્કર્મમાં ઉત્સાહથી સાથે ભાગ લેતાં અને સદા પરોપકાર કરવાનું મહાવ્રત ધારણ કરતાં હતાં. તે પવિત્ર દંપતીને દિવ્ય પ્રેમ તેમના રાજકુટુંબમાં પ્રકાશી નીકળ્યા હતા. પાંડુ સ્વતંત્ર મહારાજા હતે; તથાપિ તે પિતાના બંધુ પતરાષ્ટ્ર અને વિદુર તરફ સારે ભાવ રાખતા હતા. તેવી જ રીતે કુંતી મહારાણી હતી, તથાપિ પિતાની જેઠાણી ગાંધારી અને દેરાણી કુમુદતી તરફ ગ્ય રીતે વર્તતી હતી. તેઓ બંને પોતાના ઉપકારી ભીષ્મને પિતા સમાન ગણતા અને સર્વદા તેની આજ્ઞાને માન આપતા હતા. આવા તેમના સદવર્તનથી સર્વ રાજકુટુંબ તે દંપતી ઉપર અતિ પ્રેમ ધારણ કરતું અને લેકમાં તેમનું માન વધારતું હતું.