________________
જેને મહાભારત
ના પ્રભાવથી તને પ્રાપ્ત કરવાની મારી ઉત્કંઠા વિશેષ જાગ્રત થઈ. મને કોઈપણ સ્થળે ચેન પડવા ન લાગ્યું. ક્ષણમાં બાગમાં જઈ ઉભો રહું, ક્ષણમાં પલંગ પર સુઉં, ક્ષણમાં પુષ્પશધ્યાપર આળોટું, ક્ષણમાં જળસિંચિત પંખો લઉં, ક્ષણવાર અંગ ઉપર ચંદન ચોપડું, ક્ષણમાં પ્રકાશમાં ઉભે રહું અને ક્ષણમાં સરેવરના તીરપર જઈ શીત, મંદ અને સુગંધી પવન લઉં—એવા અનેક ઉપાય કર્યા તે પણ મારે તાપ શ નહિ. પછી કંટાળીને હું એક પુષ્પના બગીચામાં ગયે. ત્યાં આસપાસ ફરતા હતા, તેવામાં ખેરના વૃક્ષ સાથે ખીલાથી જડેલે એક માણસ મારા જેવામાં આવ્યું. તેના શરીરમાં મારેલા લોખંડના ખીલાએથી તે મહાપીડ પામતે હતે, તે ઘણે સ્વરૂપવાનું હતું તેની એવી દયાજનક સ્થિતિ જોઈ હું તેની પાસે ગયા અને મેં તેના શરીરમાંથી લોખંડના ખીલા કહાડી નાંખ્યાં, ત્યારે જેમ કાપી નાંખેલું વૃક્ષ નીચે પડી જાય તેમ તે પૃથ્વી પર પડી ગયે. પછી તેની પર શીતળ જળ છાંટયું એટલે તે સાવધાન થયું. મેં તેને પુછયું, “ભદ્ર, તું કોણ છે ? અને તારી આવી દશા કેણે કરી હતી ? ” મારા પુછવાથી તે વિનયથી બે -“હે પરોપકારી પુરૂષ, તમે મારા જીવનને ઉદ્ધાર કર્યો છે. મારા ભાગ્યથી જ તમારું આ સ્થળે આગમન થયેલું છે. મારું વૃત્તાંત સાંભળો-“વૈતાઢ્ય પર્વત ઉપર હેમપુર નામે એક નગર છે. તે નગરને હું રાજા છું. મારું નામ વિશાલાક્ષ છે. ઘણાં વિદ્યાધરના રાજાઓને મેં વશ કરેલા