________________
ચિત્રપટ.
(૭૫)
પ્રકરણ ૧૦ મું.
ચિત્રપટ, ભગવાન્ ગગનમણિ પોતાને રથ અરૂણ સારથિની પાસે પશ્ચિમ તરફ લાવતા હતા. દિવસના ચોથા પહેરને પ્રવેશ થઈ ચુક્યા હતા. ઉદ્યોગી લેક નિવૃત્તિના સમયની રાહ જોતા હતા. મુનિજને પ્રતિલેખના કરી પિતાની સ્વાધ્યાય ધ્યાનની ક્રિયા સમાપ્ત કરવાની ધારણા કરતા હતા, રાત્રિભેજનનું મહાવ્રત ધરનારા શ્રાવકે ભેજન લેવા માટે તૈયારી કરતા હતા, અને આસ્તિક ઉપાસકે સાયંકાળની ઉપાસના કરવાને ઉમંગ ધારણ કરતા હતા.
આ સમયે બે પુરૂષે હસ્તિનાપુરની બજારમાં ફરવા નીકળ્યા હતા, તે રાજવંશી પુરૂષે હોવાથી તેમને પ્રણામ કરવાની લાલસાથી હજારો લોકો તેમનાં દર્શન કરવાને ઉત્સુક થઈ ઉભા હતા. તે બંને પુરૂષમાં એક વૃદ્ધ હતું અને બીજે કિશોરવયને હતે. વૃદ્ધ પુરૂષના શરીરને બાંધે મજબુત હતે. વયેવૃદ્ધ છતાં તે પરાક્રમમાં તરૂણ હતું અને તેની આકૃતિ ભવ્ય અને શૂરવીરતાને સૂચવતી હતી. તેના લલાટ ઉપર બ્રહ્મચર્યનું તીવ્ર તેજ પ્રકાશી રહ્યું હતું. બીજા કિશોર પુરૂષની આકૃતિ ઘણુજ સુંદર હતી અને તેનામાં વિનય, ધૈર્ય, શોર્ય અને ઉત્સાહનાં મહાન ગુણ દેખાઈ આવતા હતા.