________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
ગામી . તેમાં આજ સુધી સત્તર તીર્થકરે સિદ્ધિપદ પામ્યા છે. બાકીના વીસમા, એકવીસમા અને ત્રેવીસમા તીર્થકર મુક્તિ પામશે. કિલષ્ટ કર્મોને ક્ષય કરનાર આ મુખ્ય તીર્થ છે.
સિદ્ધાચળ તીર્થનું વર્ણન હવે આગળ જતી વીરમતી ફરીથી તેને કહે છે? આ વૈભારગિરિ અને આ અર્બુદાચલ (આબુ) વંદનીય છે. હે ભદ્રે ! આ મનવાંછિત ફળ આપનારે સિદ્ધાચળ મહાગિરિ સુર, અસુર માન વડે વંદન કરવા લાયક સર્વ તીર્થોમાં શિરમણિ છે. આ ગિરિરાજનાં દર્શન માત્રથી ભવ્ય જીવોનાં પાપકર્મો નાશ પામે છે. આ સિદ્ધગિરિ ઉપર શ્રી ઋષભજિનેશ્વર ૯ પૂર્વવાર સમયસર્યા છે, બીજા પણ અનંત મુનિવરે સિદ્ધિગતિ પામ્યા છે. અહીં અનંત મુનિઓ કેવળજ્ઞાન પામ્યા છે. આ તીર્થના ઘણા ઉદ્ધાર થયા છે. તેમાં પ્રથમ ઉદ્ધાર કરાવનાર ભરતચક્રી, બીજે દંડવીર્યરાજા, ત્રીજે ઈશાનેદ્ર, ચેાથે માહેદ્ર, પાંચમો બ્રહ્મેન્દ્ર, છઠ્ઠો ભુવનપતીંદ્ર, સાતમે સગરચક્રવતી, આઠમે વ્યન્તરેન્દ્ર, નવમે ચંદ્રયશારાજા અને દશમે ચકાયુધરાજા એમ મેટા દશ ઉદ્ધાર કરાવનારા થયા છે. આ પ્રમાણે આગળ પણ રામચંદ્રજી વગેરે ઉદ્ધાર કરાવનારા થશે. આ ગિરિવરનાં દર્શનથી પિતાનો જન્મ સફળ થાય છે, તેથી હે સુભાગે ! આ તીર્થ સંસારસમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને પ્રવહણ સમાન અને