________________
૪૦૩
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
એ પ્રમાણે તે વખતે ગુણવલી, પ્રેમલાલચ્છી, શિવમાળા તેમજ બીજી અનેક ચંદ્રરાજાની પત્નીએ પોતાના પતિના માર્ગને અનુસરી ચારિત્ર ગ્રહણ કર્યું. તે પછી સંયમ ગ્રહણ કરવામાં અશક્ત બીજા લોકેએ પ્રભુના ચરણ સમીપે વિવિધ વ્રત નિયમ લીધાં
આભાપુરીથી વિહાર અને હિતશિક્ષા
હવે મુનિસુવ્રત તીર્થકર ચંદ્રરાજર્ષિ વગેરે ગણુથી પરિવૃત થઈ આભાપુરીથી વિહાર કર્યો. ગુણશેખર વગેરે રાજાએ દૂર સુધી તેની પાછળ જઈ, પાછા ફરતી વખતે તે સર્વે પરિવાર સહિત પ્રભુને વંદન કરીને પિત–પિતાના નામ ગ્રહણપૂર્વક બોલ્યા કે હે પ્રભુ! અહીંથી નીકળેલા તમે અમારા ઉપર સર્વથા સ્નેહ રહિત થશે. પરંતુ અમે સંસારી આપને વિશે નેહ કેવી રીતે છોડશું ? આપ તે અમને ભૂલી જશે પણ અમે આપને ભૂલવામાં અસમર્થ છીએ, આપે તે તૃણની જેમ રાજ્ય છેડી દીધું, પરંતુ મૂઢ એવા અમે તે કેવી રીતે છેડી શકીએ ? હે રાજર્ષિ! તમે તે શરીરના મેલની જેમ સર્વનો ત્યાગ કરીને શાશ્વત સુખના કારણભૂત અનુપમ સંયમમાર્ગ સ્વીકાર્યો છે, હવે પછી અમને હિતકારી ઉપદેશ કેણ આપશે પરંતુ અમે આપની આગળ એક જ પ્રાર્થના કરીએ છીએ કે હંમેશા આપના ચરણકમળના ધ્યાનમાં રક્ત અમે ઉપેક્ષા કરવા લાયક નથી, ફરીથી કયારેક અહીં આવીને અમને દર્શનનો લાભ આપશે.