________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
असच्च साहसं माया-मुक्खत्तमइलोहया । . निन्नेह-निद्दयत्तं च, थीणं दोसा सहावया ॥१५॥
અસત્ય, સાહસ, માયા, મૂર્ખતા, અતિલોભપણું નિ હતા અને નિર્દયતા એ સ્ત્રીઓના સ્વાભાવિક દેશે હોય છે.” ૧૫
ચંદ્રકુમારને જન્મ હવે એક વખત ચંદ્રાવતીની કુક્ષિરૂપી સરોવરમાં ચંદ્રસ્વપ્નથી સૂચિત કોઈ પુણ્યવંત આત્મા ગભરપણે ઉત્પન્ન થશે. ગર્ભના પ્રભાવથી તેને પ્રશસ્ત દેહદે થયાં, તે સર્વ રાજાએ શિધ્ર પૂર્યા. અનુક્રમે તે ચંદ્રાવતીએ શુભ દિવસે ઉત્તમ મુહૂર્તમાં ચંદ્ર સમાન મુખવાળા પુત્રરત્નને જન્મ આપે. કહ્યું છે :
रयणीदीवगो चंदो पच्चूसे रविदीवगो। तेल्लुके दीवगो धम्मो, सुपुत्तो कुलदीवगो ॥१६॥
“રાત્રિને પ્રકાશ કરનાર ચંદ્ર છે, પ્રાતઃકાળે પ્રકાશ કરનાર સૂર્ય છે, ત્રણે ય લેકમાં પ્રકાશ કરનાર ધર્મ છે, કુળને પ્રકાશિત કરનાર સુપુત્ર છે.” ૧૬ *
જેમ નિર્ધન પુરુષ ધનપ્રાપ્તિ થયાનું સાંભળી આનંદ પામે તેમ રાજા પુત્રજન્મ સાંભળી આનંદપૂર્ણ મનવાળે થયો. સર્વ ઠેકાણે પુત્રનાં વધામણું થયાં, સ્ત્રીજને ધવલમંગલનાં ગીત ગાવા લાગી, રાજાના આંગણામાં મંગલવાજિંત્રો વાગવા લાગ્યાં. વીરસેન રાજાએ યાચક લેકને