________________
- શ્રી ચંદ્રરાજ ચરિત્ર
- ૩૮૯ અસત્ય પ્રલાપ વડે નકામી તું અમારા જેવા લોકોને પડે છે? કયાં મધુર બેલનારી સુંદર અંગવાળી મારી પક્ષિણી? અને કયાં કટુ શબ્દ બોલનારી તારી પક્ષિણ? મારી પક્ષિણીની આગળ તારી કશી પક્ષિણી હજારમા ભાગને પણ ચગ્ય નથી.
આ પ્રમાણે તિલકમંજરીના અભિમાન ભરેલાં વચને સહન કરવાને અસમર્થ રૂપમતી જિનમતમાં કુશળ અને દક્ષ હોવા છતાં પોતાની પક્ષિણી ઉપર અત્યંત કેપ કરે છે, ત્યારે તેને રક્ષક પુરુષ તેને સમજાવે છે કે-“હે સ્વામિની! દીન એવી આ પક્ષિણે ઉપર રેષ ન કરો. અહી એને કયે દોષ છે ? આ પ્રમાણે અનેક વચનની યુક્તિ વડે નિવાર્યા છતાં પણ તે ઉતાવળે પક્ષિણીની પાંખોને મૂળમાંથી ખેંચી કાઢે છે, ત્યાં નિરપરાધી પક્ષિણીનું શું બળ ચાલે? તે પક્ષિણી સેળ પહેર સુધી ગાઢ પીડા અનુભવીને આર્તધ્યાનમાં તત્પર મરીને દાસીએ આપેલા નવકારના મહાપ્રભાવે મનુષ્યાયુષ્ય બાંધી વૈતાઢય પર્વત ઉપર ગગનવલ્લભ નગરના રાજા પવનવેગ રાજાની વેગવતી ભાર્યાની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. ગર્ભસમય પરિપૂર્ણ થયે વેગવતી તેને જન્મ આપે છે, આરમા દિવસે રાજાએ તેનું વીરમતી નામ સ્થાપન કર્યું. ચૌવનવયને પામેલી તેને આભાપુરીના રાજા વીરસેન રાજા સાથે પરણાવે છે. અપ્સરાઓ પાસેથી પ્રાપ્ત થયેલી વિદ્યાના અને તે પિતાના પતિ સ્વર્ગમાં ગયે છતે પોતે જ આભાપુરીનું રાજ્ય કરવા લાગી. રૂપમતીની દાસીએ અંતિમ સમયે કેશી પક્ષિણને પંચનમસ્કાર મહામંત્ર સંભળાવ્યો તેથી તેના પ્રભાવે એ વીરમતીને વિવિધ વિદ્યા અને રાજ્યસમૃદ્ધિથી યુક્ત માનવભવ મળે.