________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૬૫ શ્રી મુનિસુવ્રત સ્વામીનું આભાપુરીમાં આગમન અને
સમવસરણ હવે શ્રી મુનિસુવ્રત તીર્થકર ગ્રામાનુગ્રામ વિચરતા અનુક્રમે આભાપુરીમાં આવ્યા. ત્યાં કુસુમાકર ઉદ્યાનમાં ચારે નિકાયના કે આવીને સમવસરણ રચે છે. પરમાત્મા પૂર્વ દ્વારે સમવસરણમાં પ્રવેશ કરીને, ચૈત્યવૃક્ષને ત્રણવાર પ્રદક્ષિણા કરતા. ન તથટ્સ (તીર્થને નમસ્કાર થાઓ) એમ બોલીને પૂર્વાભિમુખ સિંહાસનમાં બેસી પ્રભુ ભજનના સંદેહને દૂર કરનારી, દેવ મનુષ્ય અને તિર્યંચની ભાષાને અનુસરનારી, મેઘની ગર્જનાનું અનુકરણ કરનારી, સંસારના દુઃખથી સંતપ્ત પ્રાણું સમુદાયના સંતાપને અપહરણ કરનારી, જન પ્રમાણુ ભૂમિમાં વિસ્તાર પામતી મધુર વાણી વડે દેવ, મનુષ્ય અને તિર્યંચની પર્મદામાં ધર્મદેશના કરે છે.
આ તરફ દ્વારપાળ વડે નિવેદન કરાયેલ ઉદ્યાનપાલક રાજસભામાં આવીને પ્રણામ કરી સિંહાસન પર બેઠેલા ચંદ્રરાજ નૃપતિને પ્રણામ કરી જણાવે છે કે
સામ! મન્નાન કઝાળે, વિદ્યાવાય |
मुणिसुब्बयतित्थेसो, अन्ज इह समागओ ॥ १२० ॥ હે સ્વામી ! આજે અહીં આપણુ ઉદ્યાનમાં ઉત્કૃષ્ટ આનંદને આપનારા શ્રી મુનિસુવ્રત તીર્થંકર પધાર્યા છે. ૧૨૦
ચંદ્રરાજા શ્રી જિનેશ્વર ભગવંતનું આગમન સાંભળીને મનમાં ઘણે હર્ષ પામી, વનપાલકને પ્રીતિ દાન આપીને