________________
૩૫૮
શ્રી ચંદ્રરાજ ચરિત્ર કીતિરૂપી નદીના તરંગ સરખા ઉછળતા ઘોડાઓ તેમજ વિજયની નિશાની સરખી પાંચ વર્ણની વિજ-પતાકાઓ શેભે છે. પાયદળના સમૂહથી પરિવરેલે, લાંછન રહિત ચંદ્રરાજા જ્યોતિષ ચક વડે ચંદ્રની જેમ શેભે છે. બીજાં પણ મેઘના શબ્દનું અનુકરણ કરતાં મંગલ વાજિત્રે વાગે છે. પગલે પગલે નગરલેકે ચંદ્રરાજાને નમન કરતાં કહે છે કે-હે સ્વામિન ! ચાતકની જેમ તમારાં દર્શનને ઈચ્છતા અમે આજે તમને જોઈને કૃતાર્થ થયા છીએ. હે રાજન ! આપ દીર્ઘકાળ રાજ્ય કરે.
હાથી ઉપર ચઢેલ ચંદ્રરાજા યાચક લોકેને બહુ દાન આપતા જાય છે. કેટલીક પુયુવતીઓ મોતીઓ વડે તેને વધાવે છે, કેટલીક સ્ત્રીએ પગલે પગલે ધવલમંગળ ગાય છે, સ્થીરવૃદ્ધાએ તેને શુભાશિષ આપે છે.
ચંદ્રરાજા સર્વની તરફ અમૃત (મીઠી) દષ્ટિએ જેતે અનુક્રમે રાજમંદિર તરફ જાય છે. ગજરત્ન ઉપરથી ઊતરીને નિષધ પર્વત ઉપર સૂર્યની જેમ રાજ્યસભામાં સે છે. તે પછી તે મંત્રી વગેરેને, તથા સર્વ નગરજનેને પ્રસનદષ્ટિએ જોઈને વિસર્જન કરે છે.
હવે સ્ત્રીઓ સાથે ચંદ્રરાજા પણ અંતઃપુરમાં આવ્યો. હર્ષિત થયેલી ગુણવલી મહાદેવી ચંદ્રરાજાનાં ચરણોમાં પ્રણામ કરે છે. સાત સ્ત્રીઓ તે ગુણાવલીના પગમાં પડે છે. આ પ્રમાણે સવે પરસ્પર મળીને કૃતકૃત્ય થયા અને પરમ પ્રસન્ન ચિત્તવાળા થયા.
તે પછી રાજા સર્વ સ્ત્રીઓને નિવાસ માટે જુદા જુદા આવાસ આપીને પિતે ગુણાવલીના નિવાસમાં રહ્યો.