________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
સમૂહની જેમ ઉછળતે આશ્ચર્યકારી ગતિવાળે થશે. તે અશ્વ કોઈપણ સ્થાને ઊભું ન રહ્યો, પરંતુ અલ્પકાળમાં ઘણી ભૂમિને ઓળંગી ગયે.
અત્યંત વ્યાકુળ, “શું કરવું એ પ્રમાણે મૂઢ મનવાળો, અવ વડે હરણ કરાતે તે રાજા ત્યાં સુધી જાય છે કે આગળ એક સુગંધી કમળોથી શોભતી વાવ છે, અને તે વાવના કાંઠે દીર્ઘ જટામંડલ (મેટી વડવાઈઓ)થી સુશોભિત, ઘણું શાખા-પ્રશાખાવાળા વડના ઝાડને જુએ છે. તે જોઈને રાજા વિચારે છે કે “જે આ અધમ અને છેડી દઈને કઈ રીતે આ વડના ઝાડની શાખાને પકડી લઉં તે સારું આ પ્રમાણે વિચાર કરતાં તે વડનું ઝાડ નજીક આવ્યું. જેટલામાં રાજા વટવૃક્ષની શાખાને પકડવા માટે હાથમાંથી લગામને ઢીલી કરે છે, તેટલામાં લગામ ઢીલી થતાં તે વક્રગતિવાળે અશ્વ ગતિની ખલન થવાથી ત્યાં જ ઊભે રહ્યો.
તે વખતે ઉત્પન્ન થયેલા આશ્ચર્યવાળા રાજા વિચારે છે કે-“આ અશ્વ વિપરીતશિક્ષિત છે એ પ્રમાણે જાણીને તેને વિષે પ્રસન્નચિત્તવાળો થશે. અશ્વની વિપરીતગતિ નહિ જાણવાથી મેં ફોગટ લગામ ખેંચવાને પરિશ્રમ કર્યો. તેમાં આ અશ્વને દેષ નથી. વીરસેન રાજાને વાવમાં પ્રવેશ, યોગી સાથે
યુદ્ધ અને કન્યાનું રક્ષણ - તે પછી દયાપૂણ મનવાળો રાજા અશ્વ ઉપરથી ઉતરીને તે અવને વટવૃક્ષની છાયામાં બાંધીને જલપાન કરવા