________________
૨૮૪
શ્રી ચંદ્રરાજ ચરિત્ર તે બંનેને પરસ્પર દષ્ટિસંગ થયે, ધ્યાનસ્થની જેમ ક્ષણવાર તે બંને મિનિમેષ શોભવા લાગ્યા. ૧૫૭
આ ત્રીજા ઉદેશમાં પ્રેમલાનું સ્વરૂપ, કૂકડારૂપે રહેલા ચંદ્રરાજાનું નટને દાન, અને પ્રેમલાનું મિલન કહ્યું.
એ પ્રમાણે તપાગચ્છાધિપતિ શ્રી કદંબગિરિ પ્રમુખ અનેક તીર્થોના ઉદ્ધારક, શાસન પ્રભાવક, આબાલબ્રહ્મચારી, સૂરિશેખર આચાર્ય શ્રી વિજયનેમિસૂરિશ્વર પટ્ટાલંકાર સમયજ્ઞ, વાત્સલ્યવારિધિ આચાર્યશ્રી વિજયવિજ્ઞાનસૂરિશ્વર પટ્ટધર, સિદ્ધાંતમહોદધિ, પ્રાકૃતભાષાવિશારદ આચાર્યશ્રી વિજયકસ્તૂરસૂરિએ ચેલા પ્રાકૃત શ્રી ચંદ્રરાજચરિતમાં પ્રિયવિરહિત પ્રેમલાલચ્છીનું સ્વરૂપ, ચંદ્રરાજાનું કૂકડારૂપે થવું, શિવમાલાનટીને કૂકડાનું આપવું, અને પ્રેમલાલચ્છીના મિલન સ્વરૂપ ત્રીજે ઉદ્દેશ સમાપ્ત થયે.