________________
૨૧૦
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
આ તારી ચેષ્ટા જાણવા છતાં પણ મેં કોઈની આગળ કહ્યું નથી. આવું નિંદા કરવા લાયક કણ પ્રગટ કરે ? માટે અહીંથી ચાલ્યો જા, ચાલ જા. આજે ખરેખર તું ડાહ્યો થઈને મને સમજાવવા આવ્યા છે. કહ્યું છે કે – परोवएससंसत्ता, दीसंति बहवो जणा । अप्पकरहिए स्ता, सहस्सेसु वि दुल्लहा ॥४४॥ परोवएसवेलाए, सिट्ठा सव्वे भवेइरे । वीसरंतीह सिट्ठत्तं, सकज्जे हि उवहिए ॥४५॥
બીજાને ઉપદેશ આપવામાં આસક્ત ઘણા માણસે દેખાય છે, પરંતુ પિતાના હિતમાં રક્ત હજારોમાં પણ દુર્લભ છે.” ૪૪
બીજાને ઉપદેશ આપતી વખતે તો બધા શિષ્ટ સજજન થાય છે, પરંતુ પિતાનું કામ આવે ત્યારે શિષ્ટપણું ભૂલી જાય છે.” ૪૫
આથી તારી ચતુરાઈ મેં પહેલેથી જાણી છે. જેથી તું મારા અછતા દેષ પ્રગટ કરવા આવ્યો દેખાય છે. જે તું મારા અવગુણ બેલીશ તે હું તારા બધા દેષ ઉઘાડા પાડીશ. તેથી મારી સાથે ઘણે વિવાદ કરવાથી સર્યું. એથી તને કઈ લાભ થશે નહિ.” - આ પ્રમાણે તે વીરમતીના ખોટા દેષનું આરોપણ કરનારા વચન સાંભળીને મંત્રી બેઃ “હે ભગવતી !