________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૭૭
સ્વામીને પણ ઓળખતી નથી!” આ પ્રમાણે બોલતે કપટકળામાં કુશળ એ તે પલંગ ઉપર બેઠે. . આથી પ્રેમલાલચ્છી વાઘથી ત્રાસ પામતી ગાયની જેમ દૂર જઈ ઊભી રહી, કારણ કે જેમાં ઉત્તમ પુષ્પને દેવના મસ્તક ઉપર વાસ થાય અથવા વનમાં વિનાશ થાય એમ બે જ ગતિ થાય છે, તેમ શીલવતી સ્ત્રીઓના દેહને પતિ અગર અગ્નિ જ સ્પર્શ કરી શકે, તેની ત્રીજી ગતિ થતી નથી.
દૂર ઊભેલી તેને જોઈને કનવજ બે : “હે ચંદ્રમુખી! તું દૂર કેમ ઊભી છે? અહીં નજીક આવીને બેસ. મારી સાથે હાસ્યવિનોદ કર. લાંબા કાળ સુધી ક્રીડાવિલાસ વડે નવયૌવનને સફળ કર. આપણે અનુપમ
ગ નસીબે કર્યો છે, તેને કૃતાર્થ કર. આ યૌવનની શેભા ચિરકાળ રહેશે નહિં. પહેલા જ સમાગમમાં આ પ્રમાણે વિપરીત મનવાળી કેમ થઈ ગઈ? આપણે સંયોગ અનુચિત નથી. કારણ કે તું સોરઠને રાજાની પુત્રી છે અને હું સિંહલરાજાને પુત્ર છું. આવા ગ પૂર્વના પુણ્યથી જ થયે છે.” એમ બોલતો એકદમ ઊઠીને તેણીના હાથને જેટલામાં પકડે છે તેટલામાં તે કઠેર વચનેથી તેને તર્જના કરીને બેલી : “અરે પાપિષ્ઠ ! મારા દેહને અડક નહિ, દૂર ખસ. ફૂટેલા ઢેલ સરખે તું દેખાય છે. જન્મથી માંડીને કોઢના રેગથી દૂષિત ચં. ચ. ૧૨