________________
૧૩૬
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
: “મનુષ્યને જે અર્થ મળવાને હોય તે અવશ્ય મળે છે, દેવ પણ તેને ઓળંગવા સમર્થ નથી, તેથી હું શાક કરતો નથી. મને આશ્ચર્ય પણ નથી. જે અમારું છે, તે બીજાનું નથી.” ૨૦
વિદ્વાન માણસ જ્યાં ત્યાં વ્યવસાય કરે, પરંતુ ફળ તે તે જ થાય કે જે વિધિના મનમાં હોય.” ૨૧
આ વાત સર્વથા કહેવા જેવી નથી, કારણ કે બાંધી મૂઠી લાખની કહેવાય છે. તું ચતુર હોવા છતાં કેમ ભૂલે છે? હૃદયમાં સ્થિરતા ધારણ કર. અહીં રહેવાથી મારે વચનભંગ થાય છે, જતાં છતાં હું તારે સ્નેહ છોડવા સમર્થ નથી. સાપે ગળેલ છછૂંદર જેવી મારી સ્થિતિ છે, મારે બીજે કંઈ ઉપાય નથી.”
આ પ્રમાણે તેણે ઘણું સમજાવ્યા છતાં પણ ગ્રહણ કરેલા તેના વસ્ત્રના છેડાને છોડતી નથી. તે વખતે હિંસકમંત્રીએ ત્યાં આવી કઠેર અક્ષરોથી તેને પ્રહાર કરતાં મહામહેનતે વસ્ત્રનો છેડે છોડાવ્યો. સ્ત્રીને છેડી ચંદ્રરાજાનું નિર્ગમન અને વૃક્ષના
પિલાણુમાં છુપાઈ જવું તે પછી પ્રેમલાલચ્છી મંત્રીની આગળ શરમાઈને ઘૂમટો કરી ઘરની અંદર ચાલી ગઈ. ચંદ્રરાજા પરણેલી અને તજીને બહાર નીકળ્યો.
હવે ચંદ્રરાજાએ સિંહલનૃપની પાસે જઈને કહ્યું : “હે રાજન! તમારું કામ મેં કરી દીધું છે. પરંતુ મારા