________________
રકમજ ચરિત્ર
૧૭
મકરધ્વજસજા અમારુ આગમન સાંભળીને રોમાંચિત શરીરવાળા થઈને પસ્વિાર સહિત સન્મુખ આવીને અપૂર્વ સત્કાર અને સન્માન કરીને નિવાસ માટે સુંદર પ્રાસાદ આપીને સરસ રસવતીથી અમને સર્વને જમાડ્યા.
હે ચંદ્રરાજા ! આજ રાત્રિએ કનકદેવજકુમારનું પાણિગ્રહણ થશે.
હાલમાં અમે આરાધન કરેલી કુલદેવીના વચનથી આ નગરીના સાત દરવાજે સકેત જણાવી અમારા સેવકોને બેસાડયા. કુલદેવીના કથન મુજબ લગ્નદિવસની રાત્રિએ બે સ્ત્રીની પાછળ આવતા તમને જોયા. તેથી તમે આભાપતિ ચંદ્રરાજા છે, એમ અમે જાયું. અમારા સેવા આપને અહીં સુધી લાવ્યા છે. 'હિંસક મંત્રીની ચંદ્રરાજા પાસે પ્રેમલા લચ્છીને
ભાડાથી પરણી આપવાની માગણી
હે ચંદ્રરાજા ! તમારી આગળ સત્ય કહું છું. વધારે કહેવાથી શું? અમારી પ્રાર્થના સ્વીકારીને પ્રત્યક્ષ લક્ષ્મી સરખી પ્રેમલાલચ્છીને તમે પરણીને અમને આપે અન્યથા તમારા પગને અમે છેડીશું નહિ. અમને મારવા કે જીવાડવા એ તમારે આધીન છે. શત્રુઓ પણ અસારી હાંસી કરશે. અહીંથી રાજમંદિર નજીક છે. પણ કોલાહલથી આ વાત જે મકરવૃજરાજ જાણશે