________________
સ્થાને મુક્તપણે પ્રગ કરી સરળ ભાષામાં પણ પ્રાકૃતભાષા જ્ઞાન મેળવનાર અભ્યાસકે ઉપર મહાન ઉપકાર કર્યો છે.
આજે તે પ્રાકૃત ભાષાના અભ્યાસ માટે પૂજ્યશ્રીએ બનાવેલ પ્રાકૃતવિજ્ઞાન પાઠમાળા જ મુખ્યત્વે ઉપયોગી બની રહી છે. અને તે પછી વાચનમાં પ્રવેશ કરવા માટે તેઓ શ્રીએ રચેલ પાઈય વિજાણ કહા, ચંદરાય-ચરિયું, ઉસહનાહ ચરિય ઉપયેગી થઈ પડ્યા છે. તે ગં વ્યાખ્યાનમાં વાંચવા માટે પણ અત્યંત છે. તે પછી આગળના અભ્યાસીઓ માટે તે સમજાવવા, વજુવદિંડી, ઘ૩મ चरिय, चउपन्नपुरिष महाचरिय, संवेग रंगशाला माहि અનેક પ્રાકૃત ગ્રંથ છે.
સ્વ. પૂ. આચાર્યદેવે પિતાનું સમગ્ર જીવન જ્ઞાનધ્યાનમાં પસાર કરી પ્રાકૃત ભાષામાં અનેક ગ્રંથની રચના કરવા દ્વારા અનેક ભવ્યાત્માઓ ઉપર મહાન ઉપકાર કરેલ છે.
આ અનુવાદ દ્વારા બાળજી પણ પુણ્યશીલ શ્રી ચંદ્રરાજાનું ચરિત્ર અને પરમતારક તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિરાજનું માહાસ્ય જાણ, પિતાનું જીવન શીલસંપન્ન ઉચ્ચકોટિનું બનાવી સમ્યગ્ર દર્શન જ્ઞાન-ચરિત્રની આરાધના કરી મુક્તિના પરમસુખના ભાગી બને એવી હાર્દિક અભિલાષા. શ્રી સિદ્ધક્ષેત્ર–પાદલિપ્તપુર લિ. સંઘ સેવક વિ. સં. ૨૦૩૬, વિશાખ વદ-૬ કપૂરચંદ રણછોડદાસ વારૈયા તા. ૬-૫-૮૦ મંગળવાર
શ્રી જૈન સૂમ તત્ત્વબોધ પાઠશાળા