SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એ ત્રણે તારી પછવાડે લાગ્યા છે, માટે પ્રમાદ ન કર અને વિચાર કર્યા વિના જાગૃત થઈને પલાયન કર. આ ભાગી જવા જે સ્થાને વિસામે ખાવા કેમ બેઠા છે? ઇંદ્ર અને ઉપેદ્રાદિ પણ બધા મરણના પંજામાં ફસાય છે, તે અહો! તે કાળની પાસે આ પ્રાણીઓને કેણ શરણભૂત છે? દુઃખરૂપ દાવાનળની સળગેલી જ્વાળાથી ભયંકર ભાસતા આ સંસારરૂપ વનમાં બાળહરણની જેમ પ્રાણીઓને કેણ શરણ છે? કેઈ નથી. આ પ્રમાણેના સંવેગના રંગથી જ્ઞાનાવરણીય, દર્શનવરણીય અને મેહનીય કમને પશમ થતાં તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે પિતાના પુત્ર મહેને રાજ્ય પર બેસાડી રાજાએ પોતે ભદ્રાચાર્ય ગુરૂની પાસે જઈ દીક્ષા અંગીકાર કરી, અનુક્રમે તે અગ્યાર અંગ અને ચૌદ પૂર્વ ભણ્યા. પછી ગુરૂની આજ્ઞા લઈને નિર્મમ, નિરહંકારી, શાંતાત્મા અને ગારવરહિત એવા તે રાજર્ષિ એકલવિહારી અને પ્રતિમાઘર થઈ ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ રહેવા લાગ્યા, તથા શત્રુ મિત્રમાં સમાન વૃત્તિવાળા અને તેનું પથ્થરમાં તુલ્ય બુદ્ધિવાળા એવા તે મહાત્માને વસતિમાં કે ઉજજડમાં, ગામમાં કે નગરમાં કયાંય પણ પ્રતિબંધ રહ્યો નહીં, તેઓ એક માસખમણે પારણું, બે માસખમણે પારણું, ત્રણ માસનમણે પારણું એમ અનુક્રમે બાર માસનમણે પારણું કરતા હતા. એવા ઉગ્ર તપથી નાના પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થતાં તે પુણ્યાત્માને દેહ તુષ જેવો હલકે (શુષ્ક) થઈ ગયો. તે વખતે તેમને ચેાથું મનઃ પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. એકદા તે અરવિંદઋષિ અષ્ટાપદની યાત્રા કરવા ચાલ્યા.
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy