SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઉપર ફેંકીને કમઠે તેને ચૂર્ણ કરી નાખ્યો. એટલે પ્રહારની પીડાથી થયેલ આધ્યાનમાં મરણ પામીને મરૂભૂતિ વિંધ્યાચલમાં ભદ્રજાતિને ચૂથનાયક હાથી થયો. સ્થલપળ સમાન કુંભ સ્થળવાળે, ગંભીર મુખવાળા, ઉચે સંચાર કરતી દંડાકાર સુંઢવાળ ઉદ્દામ મદ ઝરવાથી પૃથ્વી માગને પંકિલ કરનાર, મદની ગંધથી લુબ્ધ થઈને આવેલા ભમરાઓના અવાજથી મનહર, બહુ નાના હાથીઓથી વીંટળાએલ, અને જંગમપર્વત જે તે હાથી ચેતરફ ફરતો રોભવા લાગ્યો. કમઠની સ્ત્રી વરૂણા ધાંધપણે મરણ પામીને તેજ યુથનાયકની સ્ત્રી હાથીણી થઈ તે હાથી તેની સાથે પર્વત, નદી આદિકમાં સર્વત્ર ભમતાં અખંડ ભેગસુખ અનુભવતે ક્રીડા કરવા લાગ્યો. અહીં પતનપુરમાં અનુપમ રાજ્યસુખ ભોગવતાં અરવિંદ રાજાને શરદઋતુને સમય પ્રાપ્ત થયો, તે વખતે પાણીથી પૂર્ણ સરોવર અને વિકસ્વર કાશપુષ્પો શોભવા લાગ્યા, સર્વત્ર સુકાળ થશે અને લકે બધા સર્વત્ર પ્રસન્ન મુખવાળા થયા. તેવા અવસરે એક દિવસ અરવિંદ રાજ મહેલ ઉપર ચઢી ગોખમાં બેસીને પિતાની પ્રિયાઓની સાથે સ્નેહ રસથી નિર્ભર થઈ આનંદ કરતે હતે. એવામાં આકાશમાં એકદમ ગર્જનાથી જબરજસ્ત, ઇદ્રધનુષ્ય અને વિજળી સહિત નૂતન ઉદય પામેલા વાદળાને તેણે જે તે વખતે આકાશમાં કયાંક સ્ફટિક, શંખ, ચંદ્ર, મંડળ, રજત અને હિમના પિંડ જેવા ઉજવળ વાદળાને સમૂહ જોવામાં આવતો અને કયાંક પોપટના પિંછા અને ઇંદ્રનીલ સમાન પ્રભાવાળું નીલ વાદળને સમૂહ જોવામાં આવ. અને કયાંક કાજળ, લાજવર્ગ અને રિસ્ટરત્ન જેવી પ્રભાવાળુ
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy