________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
અનિત્યતા સંભાર, ઔચિત્યનું ઉલ્લંઘન ન કર; સદ્ગુરુની સેવા કર તથા દાનાદિકમાં પ્રવૃત્તિ રાખ. વળી શુભ ભાવના ભાવ, તેમજ યાગસિદ્ધિને માટે પ્રવૃત્તિ કરતાં તિરસ્કારના ત્યાગ કર. સદા અતરદૃષ્ટિ રાખીને વૈરાગ્ય ભાવના ભાવતાં મંગળજાપ કર અને સ્વદુષ્કૃતની ગાઁ, ચાર શરણાની આરાધના તથા કરેલાં પુણ્યકાર્યની અનુમેાદના કર, પરમ જ્ઞાનને મેળવવા માટે પ્રયત્ન કર. સારા દૃષ્ટાંતાનું મનન કર અને ધર્મશાસ્ત્રનુ શ્રવણ કર—એજ આ સંસારમાં સારભૂત છે.? આ પ્રમાણે સાંભળીને પલ્લિપતિ ઓલ્યા કે :– હે સ્વામિન્ ! હું પાપી, દુષ્ટ, નિર્લજ, દુરાચારી, હીનાચારી, સાત વ્યસનમાં આસક્ત અને પરદ્રવ્યને ચારવાવાળા તથા સ્રીલ પટ છું, તો મારી કાઈ રીતે શુદ્ધિ થાય ખરી ?’એટલે જગદ્ગુરુ શ્રી પાર્શ્વનાથ ભ. મેલ્યા કે“ હે ભદ્રે ! પાપિણ્ઠ પ્રાણી પણ પાપ છેાડીને સુકૃત કરે તો તે પણ શુદ્ધ થાય છે આ વિષયમાં શ્રીગુપ્તનુ દૃષ્ટાંત છે તે
સાંભળ ઃ—
૪૭૬
આજ ભરતક્ષેત્રમાં વૈજયંતી નામે નગરી છે. ત્યાં ન્યાયી અને પ્રજાપાલક નળ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને પરમ પ્રેમના પાત્રરૂપ મહીધર નામે સાવાહ મિત્ર હતા. તે સાવાના સાત વ્યસનમાં આસક્ત એવા શ્રીગુપ્ત નામે પુત્ર હતા. તે દરરોજ રાત્રે ચારી કરતા હતા
66
એકદા રાત્રે સાવાહ ખેદયુક્ત મનથી રાજા પાસે આવ્યા; એટલે રાજાએ તેને આદરપૂર્વક ખેલાવીને પૂછ્યું' કે – ‘હે ભદ્ર ! તારૂ· મુખ કેમ ખિન્ન દેખાય છે ?’ એટલે સા વાહ