SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૩૭. પામીશ – તે ફળ છે.” પછી હેમપ્રભ રાજાએ રતિસુંદરીના પુત્રને રાજ્ય આપીને જયસુંદરી અને તેના પુત્ર સાથે દીક્ષા અંગીકાર કરી અને દુસ્તપ તપ તપીને તથા સંયમ પાળીને અંતે પુત્ર તથા સ્ત્રી સહિત અનશન કરી આયુ પૂર્ણ થતાં રાજા સાતમા મહાશુકદેવકમાં ઈંદ્ર થયે; જયસુંદરીને જીવ મહદ્ધિક દેવ થો અને કુમારને જીવ પણ ત્યાં જ દેવ થયો. ત્યાંથી ચ્યવને મનુષ્યત્વ પામી ત્રણે જીવો મોક્ષપદને પામશે. ઇતિ અક્ષતપૂજોપરિ પોપટપટીની કથા હવે ભાવપૂજાના સંબંધમાં વનરાજનું દૃષ્ટાંત કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે – ભાવપૂજા ઉપર વનરાજ કથા આ ભરતક્ષેત્રમાં દેવનગર સમાન ક્ષિતપ્રતિષ્ઠત નામે નગર છે. ત્યાં સ્ત્રી પુરુષે દેવાંગના અને દે સમાન શેભે છે. ત્યાં અરિમર્દન નામે રાજા રાજ્ય કરતે હતો. તે નગરમાં સ્વજન અને ધનથી રહિત, નિત્ય આર્તધ્યાનપરાયણ અને દારિદ્રયરૂપ કેઈ કુલપુત્રક ભિક્ષુક થઈને ભિક્ષા માટે ઘરે ઘરે ભમતે હતે. આવું યાચકપણું એ પાપનું ફળ સમજવું. કહ્યું છે કે –“સર્વથી તૃણ હલકું, તે કરતાં રૂ હલકું, તે કરતાં યાચક હલકે અને યાચક કરતાં પણ યાચનાના (માગનારની માગણીને) ભંગ કરનારને હલકામાં હલકો સમજવો.”
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy