________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૨૩
એક કરીને તે માએ તેને એક વાત કબુલ કરી માહિત
મંત્ર લઈને એકમનથી તે સાધ, એટલે તને સૌભાગ્ય પ્રાપ્તિ થવા સાથે પતિ વશ થશે.” રાણીએ તે વાત કબુલ કરી એટલે શુભ મુહૂર્ત પરિવ્રાજકાએ તેને એક મંત્ર આપ્યું. રાણીએ પણ પૂજા કરીને તે મંત્ર વિધિપૂર્વક ગ્રહણ કર્યો. પછી રાણી પરમ આદરથી મંત્ર જપવા લાગી. એટલે ત્રણ દિવસ પછી રાજાએ પ્રતિહારી મેકલી તેણે આવીને રાણીને કહ્યું કે –“હે ભદ્રે ! રાજા તમને રાજમહેલમાં લાવે છે, માટે અવશ્ય આવજે પછી સ્નાન, વિલેપન કરી; શણગાર સજી સાથે રાજપુરુષે લઈ હાથણી પર બેસીને રાણ રાજમહેલમાં આવી. એટલે રાજાએ સન્માન આપીને તેને પટરાણું કરી, તેથી તે મહારાણી થઈ. તેથી રાજ્યમાં ઈચ્છા પ્રમાણે સુખ ભેગવતાં કેઈના પર સંતુષ્ટ થતી તે તેને ઈષ્ટ ફળ આપતી અને કોઈના પર રૂષ્ટ થતી તે તેનું મૂળ કહાડી નાખતી હતી. એમ કરતાં ઘણા દિવસે પસાર થયા.
એકદા પેલી જોગણ રાણીને ઘરે આવી, અને તેણે રાણીને કહ્યું કે –“હે વત્સ ! તારા મનોરથ સિદ્ધ થયા?” તે બેલી કે - “હે માત ! તમારા પ્રસાદથી બધું સારું થયું છે, તથાપિ મારૂં મન હજી ડેલાયમાન રહે છે, તેથી જે હું જીવતાં રાજા છે અને હું મરતાં તે મરે એવું થાય તે હું ગાઢ
સ્નેહ સમજું.” જોગણ બલી કે –“હે વત્સ ! જે હજી તારું મન સ્થિર ન હોય અને એવી પરીક્ષા કરવી હોય તો તે તારી નાસિકાવડે આ મૂલિકા (મૂળિયા) ને નસે લેજે, એટલે તું જીવતી છતાં મૃત (મરેલા) જેવી લાગીશ, પછી જે બને