________________
૩૮૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
વનમાં એક પ્રદેશમાં કાળા પથ્થરની એક શિલા પડી હતી તેની ઉપર તાંબાનું વાસણ મૂકીને તે ઉત્સર્ગ કરવા (કળસીયે) બેઠે; એવામાં તે તાંબાનું વાસણ સુવર્ણમય થઈ ગયું. તે જોઈ ને શેઠ વિસ્મય પામે. તેના મુખપર હર્ષની છાયા પ્રસરી રહી. પછી તે પથ્થર પર નિશાની કરીને તે પોતાના ઉતારા તરફ ચાલ્યા. રસ્તામાં ના પુત્ર દુર્વિનીત સામે મળ્યો. હાથમાં સુવર્ણનું વાસણ જેઈને તે પૂછવા લાગ્યો કે –“અહે પિતાજી ! આ કેનું વાસણ છે?” શેઠ બે કે તે આપણું નથી. એટલે તે પુત્ર પાછો વળ્યા, અને પિતાનું વાસણ કયાં ગયું ? તે બધે જોવા લાગ્યો. એક નેકરને પૂછતાં તે બે કે –“તે તાંબાના વાસણ લઈને શેઠ જગલ ગયા છે. આથી તે શંકિત થયો. અને ચિંતવવા લાગે કે – “સમજાયું, તાંબાના વાસણને પિતાએ કઈ ઔષધિથી સુવર્ણનું બનાવ્યું જણાય છે, માટે હું તેની તપાસ કરૂં.” એમ ચિંતવી બીજું એક તાંબાનું વાસણ લઈને તે શેઠના પગલાને અનુસારે ત્યાં ગયે. પછી પોતાની બુદ્ધિથી વિચારવા લાગ્યો કે –“હવે શું કરું?” એવામાં એક નવીન વૃક્ષ તેના જેવામાં આવ્યું. તેના પાંદડાં લેવાની ઈચ્છાથી જેડા સહિત તે પેલા પથ્થર ઉપર ચડેર્યો. અને વૃક્ષની શાખા પકડીને હાથ વડે તેના પત્ર (પાંદડા) લેવા લાગ્યા. એવામાં પથ્થરના અધિષ્ઠાયકે તેને જમીન પર પાડી દીધે, તેથી તેના ચાર દાંત ભાંગી ગયા. એટલે વિલા થઈ મુખ આગળ હાથ રાખીને પાછો વળે. પિતાએ દાંત પડવાનું કારણ પૂછ્યું, એટલે તે જવાબ ન દેતાં મુંગે બેસી રહ્યો.
બીજું એક તતાની બુદ્ધિથી વિચાસવામાં આવ્યું