________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પપટી–શું એ નવીન તીર્થને સ્થાપન કરશે ?
પિપટ– વલ્લભે ! ચિટક પર્વત પર બદરી નામના તીર્થની એ પ્રભાવના કરશે.”
આ પ્રમાણે કાનને અમૃત સમાન તેમના વાક્યો સાંભળીને શેઠ ચિંતવવા લાગે કે –આ વનમાં કોણ બોલે છે ?” એમ ધારી તંબુમાંથી બહાર આવી નજર કરતાં પિપટના જેડલાને જોઈને શેઠ ચિંતવવા લાગ્યું કે –“ખરેખર ! આ પિપટ જ્ઞાની જણાય છે.” એમ ચિંતવીને તે વિશેષ સાંભળવા લાગે એટલે ફરી પોપટી બેલી કે –“હે પક્ષિરાજ ! એ તીર્થ કેવું કરશે ? શૈલ (પથ્થર) મય, રત્નમય, સુવર્ણમય કે કાષ્ઠમય કરશે? એટલે પિોપટ બેલ્યો કે –“હે પ્રિયે ! એ શેઠ સ્પર્શ– પ્રાષાણમય જિનબિંબ કરાવશે, અને તેના પ્રભાવથી એ મહા ચશસ્વી થશે.” એવામાં શેઠ પાસે તેના બંને પુત્રો આવ્યા. એટલે તે પિપટનું જોડું તેમના પણ લેવામાં આવ્યું. તેને જોઈને દુવિનીતે કહ્યું કે –“આ બાણથી પોપટને મારીને નીચે પાડી નાખીએ, અથવા જાળમાં પકડીને કીડાને માટે તેને પાંજરામાં પૂરી દઈએ. તે સાંભળીને મોટાભાઈએ કહ્યું કે –
એમ ન બેલ, એ પક્ષીને કુલભક્ષણથી છેતરીને પકડી લઈએ.” પછી એક વશમાં શાવલ દ્રાક્ષાની લુંબ જાળ સહિત બાંધી અને તે પછી તે આસ્તે આસ્તે વૃક્ષ પર ચડવા લાગ્યો. તેને જોઈને પોપટ બે કે –“હે પોપટી! આ આપણને પકડવાને વૃક્ષ પર ચડે છે, પણ આપણને તે પકડી શકશે નહિ; કારણ કે તે ડાબી આંખે કાણે છે અને વૃક્ષની કટર (પોલ) માં