________________
૩૭૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
તે આ પ્રમાણે છેલ્યા કે –“અહંત ભગવાનને નમસ્કાર થાઓ. મારા ધર્માચાર્યોને નમસ્કાર થાઓ. હે નાથ ! હું આગળ (બળ રહિત અહી રહ્યો છતે આપના ચરણ સમીપે જ રહ્યો હોઉં તેમ હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન, પરિગ્રહ, (રાત્રિભેજન) ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, (પશુન્ય, રતિ અરતિ, પરનિંદા, માયામૃષા અને મિથ્યાત્વશલ્યએ અઢાર પાપસ્થાનેને ત્યાગ કરૂં છું. વળી ઈષ્ટ, પ્રિય, કાંત (મનહર), લાલિત, પાલિત અને બહુ સમયથી રક્ષિત છતાં આ શરીરને અંતિમ શ્વાસે શ્વાસને વિવિધ ત્રિવિધે ત્યાગ કરૂં છું? આ પ્રમાણે ભાવરૂપ પાણીથી આત્માના પાપને પખાળી (ધઈ) મરણ પામી સર્વાર્થ સિદ્ધિ નામના પાંચમા અનુત્તર વિમાનમાં ઉત્તમ દેવપણે ઉત્પન્ન થયા.
હે ભવ્ય જને! આ પ્રમાણે ભાવધર્મને મહિમા જાણીને સર્વ ધર્મકૃત્યમાં ભાવને પ્રધાન રાખ.
ઇતિ પુંડરીક કંડરીક કથા શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ પ્રમાણેની દેશના સાંભળીને બહુજનેએ ચારિત્ર ગ્રહણ કર્યું. કેટલાકે શ્રાવકધર્મ સ્વીકાર્યો. કેટલાક સમકિત પામ્યાં અને કેટલાક ભદ્રકભાવી થયા. શ્રીમાન અશ્વસેન રાજાએ પણ ભગવંતની દેશના સાંભળીને હસ્તિસેન નામના પુત્રને રાજ્યભાર સેપી દીક્ષા અંગીકાર કરી તથા વામાદેવી અને પ્રભાવતીએ પણ પ્રભુની ભવતારિણી વાણી સાંભળીને દીક્ષા ગ્રહણ કરી.