________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૫૫
મદનરેખા સાવી પણ ચારિત્ર પાળીને મોક્ષે ગયા. જેઓ મદનરેખાની જેમ અખંડ શીલ પાળે છે, તેમને ખરેખર ધન્ય છે. તેઓ જલદી મુક્તિને પ્રાપ્ત કરે છે. વળી જેઓ મિરાજર્ષિની જેમ રાજ્યનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કરીને નિરતિચાર પાળે છે, તેઓને પણ ધન્ય છે. તેવા ભવ્યજને અવશ્ય મેક્ષને પ્રાપ્ત કરે છે.
ઈતિ નિમિરાજર્ષિ-મદનરેખા કથા
હવે તપધર્મ કહેવામાં આવે છે :-અનંત કાળના સંચિત કરેલા અને નિકાચિત કર્મરૂપ ઈંધન પણ તપરૂપ અગ્નિથી ભભભૂત થઈ જાય છે. કહ્યું છે કે –“જંગલને બાળવાને દાવાગ્નિ વિના જેમ અન્ય (બીજ) કેઈ સમર્થ નથી, દાવાગ્નિને શાંત કરવા જેમ મેઘ વિના અન્ય કોઈ સમર્થ નથી અને મેઘને વિખેરી નાખવા જેમ પવન સિવાય બીજું કઈ સમર્થ નથી; તેમ કમસમૂહને હણવા ઉગ્ર તપ વિના બીજું કેઈ સમર્થ નથી. તેનાથી વિનપરંપરા નાશ પામે છે, દેવતાઓ આવીને સેવા કરે છે, કામ શાંત થાય છે, ઇંદ્રિય સન્માર્ગે દોરાય છે, સંપત્તિ (લબ્ધિ)એ પ્રગટ થાય છે, કર્મસમૂહને નાશ થાય છે અને સ્વર્ગ તથા મેક્ષ વાધીન થાય છે, તેથી તપ જેવી બીજી કઈ વસ્તુ વખાણવા લાયક છે?” માટે હે મહાનુભાવો ! તે તપધર્મનું તમે આરાધન કરે. મેટા રાજ્યને ત્યાગ કરીને ચારિત્ર અંગીકાર કરનાર સનસ્કુમાર ચક્રી ત૫ના પ્રભાવથી અનેક લબ્ધિઓ પામ્યા. તેનું ષ્ટાંત આ પ્રમાણે છે –