________________
૨૮૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
થયા. પછી પ્રસેનજિત્રાજા વિગેરે સ્વજના અશ્વસેન રાજાથી બહુ સત્કાર પામીને પેાતાને ઘેર ગયા.
પ્રભુ પ્રભાવતી સાથે સુખભાગ ભાગવવા લાગ્યા; કારણ કૈ: – નવીન સુરત સમાગમમાં પેાતાના કકિસલયના મૂળને ધુણાવતી, અને અહહ ! નહિ ! નહિ, નહિ, મા, મા ! મૂકે, મૂકેા, એવી ખાળયુવતિઓની વિસ્તૃત વાણી જે પુરૂષના શ્રવણુપથમાં દાખલ થાય છે—તે નર ધન્ય છે.’એમ અન્યત્ર કહેલુ છે. ૐ કુમના પંકથી પંકિલ શરીરવાળી, પીનસ્તનપર કૅપિત હારવાળી અને નૂપુરના નાદથી શબ્દાયમાન પદ્મપદ્મવાળી એવી રામા (સ્ત્રી) જગતમાં કોને વશ કરતી નથી ?”
•
હવે શ્રી પાર્શ્વ કુમાર પ્રભાવતી સાથે ક્રીડા કરતા અને લેાકેાને પ્રેમ ઉપજાવતા દિવસેા પસાર કરવા લાગ્યા.
પાર્શ્વનાથ શ.ના ચ્યવન, જન્માભિષેક, વિવાહાદિનાં વર્ણનરૂપ
પાંચમે સગ સમાપ્ત