________________
२६८
શ્રી પાર્શ્વનાથ સ્ત્ર કર્યું. પછી ઈન્ડે સ્વામીની આગળ રજતાક્ષતના દર્પણ, વર્ધમાન, કળશ, મીનયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદાવર્ત અને ભદ્રાસન–એ આઠ મંગળ આલેખ્યા. પછી તે પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો :
નમ્ર એવા દેવોના શિરરૂપ ભમરના સંગથી મનહર ચરણકમળવાના. અશ્વસેન નૃપના વન્સ તથા લક્ષમીના નિધાન એવા હે સ્વામિન્ ! આપ જયવંત વર્તો. હે જિનેન્દ્ર! આપના દર્શનથી મારો દેહ સફળ થયો, નેત્ર નિર્મળ થયા અને ધર્મ કૃત્યમાં હું સ્નાત થયો. હે નાથ ! તમારા દર્શનથી જન્મ સફળ થયે, સર્વ મંગળ અને પ્રશસ્તકારી થયું અને આ ભવસાગરથી હું પાર થયો. હે જિનેન્દ્ર ! આપના દર્શનથી હું સુકૃતી થયે. બધા દુષ્કતને નાશ કરનાર થેયે અને ભુવનત્રયમાં હું પૂજ્ય થયે. હે દેવ ! આપનાં દર્શનથી કષાયસહિત કર્મની જાળ મારી નષ્ટ થઈ ગઈ અને દુર્ગતિથી હું નિવૃત્ત થયા. આપના દર્શનથી આજે મારે દેહ તથા મારૂં બળ સફળ થયાં અને વિદને બધાં નષ્ટ થયાં. હે જિનેશ આપના દર્શનથી. કર્મોને દુઃખદાયક મહા બંધ નષ્ટ થયે અને સુખને સંગ ઉત્પન્ન થયો. આજે આપના દર્શનથી મિથ્યા અંધકારને દૂર કરનાર જ્ઞાનસૂર્ય મારા શરીરમાં ઉદય પામ્યો. હે પ્રભો ! તમારા સ્તવન, દર્શન અને ધ્યાનથી આજે મારાં હદય, આંખ અને મન નિર્મળ થયાં. માટે હે વીતરાગ તમને વારવાર નમસ્કાર થાઓ
૧ રૂપાના અક્ષત (ચેખા)ના