________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ખમાવી. ઇરસના જેવા છેષ્ઠ ધર્મરસને ગ્રહણ કરી, કૂર્ચક (કૂચા ની જેમ આ અસાર દેહને ત્યાગ કર્યો, અને સિંહથી વિદીર્ણ થતાં મરણ પામીને દશમા પ્રાણત નામના દેવલેકમાં મહાપ્રભ નામના વિમાનમાં વીશ સાગરોપમના આયુષ્યથી સર્વોત્તમ દેવ થયા. ત્યાં અધિક અધિક સુખ ભેગવવા લાગ્યા. પાપીઠ સિંહ મરણ પામીને ચોથી પંકpલા નરક પૃથ્વીમાં નારકી થયે. ત્યાં તીવ્ર વેદના સહન કરવા લાગ્યું. કારણ કે
નરકમાં દશ પ્રકારની તે ક્ષેત્ર વેદના હેય છે. ઠી, ગરમી, ભુખ, તરસ, કંડુ, ભય, શાક, પરવશતા, જવર અને વ્યાધિ.” ત્યાંથી નીકળીને વિવિધ તિર્યંચ નિમાં ભમતાં સર્વત્ર અતિ દુશવ એવું તે દુઃખ પામે.
પાર્શ્વનાથ ભ.ના દશ ભવમાંથી આઠમા અને નવમા ભવનું વર્ણન
સમાપ્ત,