SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૩૭ મારા શરીરની તરસ છીપતી નથી. પછી રાજાએ પ્રધાનને કહ્યું કે તરસથી મારા પ્રાણ ચાલ્યા જાય છે. એટલે પ્રધાન વ્યાકુળ થઈને બોલ્યા કે “હે સ્વામિન્! તમારી તરસનું હું નિવારણ કરૂ છું.' એમ કહીને એક આમળું તેને ખાવા માટે આપ્યું. તેને. ખાવાથી થોડીવાર શાંતિ થઈ. પણ બે ઘડી પછી ફરી તે તરસથી આકુળ થઈને બેઢ્યા કે “હે પ્રધાન ! હવે ફરી તેવી જ રીતે મને તરસ સતાવે છે, કે જેથી ખરેખર જીવવું મુશ્કેલ છે.” એમ બેલતાં મૂચ્છ ખાઈને તે નીચે પડો એટલે મંત્રીએ તરત બીજુ આમળું આપીને રાજાને ફરી સજજ કર્યો. એમ ત્રીજીવાર પણ આમળું આપ્યું, એવામાં પાછળ પગલાઅનુસાર ચાલ્યું આવતું સૈન્ય ત્યાં આવી પહોંચ્યું. આગળના. અસ્વારોએ તેમને જોઈ જયધ્વનિ કર્યો, એટલે મંત્રી છે, કે –“હે સૈનિકે ! પ્રથમ પાણું તરત લાવે.” એટલે તેઓ પાછા વળીને તરત પાણી લાવ્યા. પછી પાણી અને આહારથી. સંતુષ્ટ કરી રાજાને પૂર્ણ સજજ કર્યો. એટલે રાજા સપરિવાર પિતાના નગરમાં આવ્યું અને સામંત તથા નગરજનોએ ફરી. રાજાને જન્મત્સવ કર્યો. હવે રાજાને પાંચ વરસને પુત્ર દરરાજ શણગાર સજીને રાજમંદિરથી પ્રધાનને ઘેર રમત કરવા આવતું હતું. એકદા પોતાના સ્વામીની પરીક્ષા કરવા માટે એકાંતમાં યામિક (જાળવનાર) અને ખાનપાનની સગવડ કરીને તેણે તે કુમારને સંતાડી રાખ્યું. રાજાને ભેજન સમય થયો પણ કુમાર આવ્યું નહિ, એટલે રાજાએ સર્વત્ર તપાસ કરાવી, પણ તેને
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy