________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
"
દુર્ગાંતિને દૂર કરે છે. અહા ! સત્સંગ માણસેાને શું ઇષ્ટ ઉત્પન્ન કરતા નથી ? સર્વ કરે છે.’ વળી હૈ ચિત્ત! જો તને બુદ્ધિરૂપી મારના પીછાને મેળવવાની ઇચ્છા હાય, આપત્તિને દૂર કરવાની ઈચ્છા હાય, સન્માર્ગે ચાલવાની ઈચ્છા હાય, કીર્તિને પામવાની ઈચ્છા હોય, કુટિલતાને કાઢવાની ઈચ્છા હોય, ધર્મને સેવવાની ઈચ્છા હોય, પાપવિપાકને અટકાવવાની ઈચ્છા હાય અને સ્વર્ગ તથા મેાક્ષની લક્ષ્મીને મેળવવાની ઈચ્છા હૈાય તે ગુણવંત જનાની સંગત કર. સુસંગના મહાત્મ્યથી જીવ સ પ્રકારનાં સુખ પામે છે. કહ્યું છે કેઃ
.
૨૨૭
"पश्य सत्संगमाहात्म्यं स्पर्शपाषाणयोगतः । लोह स्वर्ण भवेत्स्वर्ण - योगात्काचो मणीयते ॥ "
6
· સત્સ`ગના મહિમા તા જુએ કે—પારસમણિના ચાગથી લાહ તે સુવણું થાય છે, અને સુવર્ણના યાગથી કાચ મણ જેવા દેખાય છે.’ વળી · અકુલીન છતાં સુસંગથી મનુષ્ય વિવેકી થાય છે અને કુલીન છતાં કુસંગથી અવિવેકી ખને છે. જીએ! અગ્નિના ચેાગથી શંખ પણ દાહ ઉપજાવે છે. સચેતન મનુષ્યેાના સંગથી ગુણુ કે દોષ ઉપજે તે તા દૂર રહેા, પણ અશે કવૃક્ષના સંગથી શાક દૂર થાય છે અને ક્ષિવૃક્ષ ( બહેડા )ના સંગથી કજીયેા ઉત્પન્ન થાય છે.’
આ
જીવ ધર્માંને પણ સત્સંગતિથી જ પામી શકે છે. સબંધમાં પ્રાકરનું દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ—