________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૨૫
પોતાના દેહને શા માટે બાળે છે? અને પિતાના મુખ પર બકરાને શા માટે મુતરાવે છે? કારણકે એથી દમયંતી જેવી પ્રિયતમા સહિત નળરાજાને પણ ચાંડાળની જેમ રાજ્યસુખથી ભ્રષ્ટ થવું પડયું એ કેમ જાણતા નથી ?” આ જુગારનું વ્યસન મને ઉચિત નથી.” એમ ચિંતવીને તે પિતાને ઘેર ગયે. એકદા રમત કરતે કરતો તે રાજસભામાં ગયો. ત્યાં તેણે રાજાને નમસ્કાર કર્યો એટલે રાજાએ તેને બળામાં બેસાડીને ચુંબન કર્યું. એટલે સુમતિ છે કે –“હે સ્વામિન્ ! નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે–ઈને વિશ્વાસ ન રાખ.” તે છતાં મને આપે અમ્મુલિત ગતિવાળે કેમ કર્યો છે? મારા પર આટલો બધે વિશ્વાસ રાખવે ઉચિત નથી.” રાજ બે કે “હે વત્સ! તું દેવીએ આપેલા વરદાનથી પ્રાપ્ત થયો છે અને અમારા વંશપરંપરાને પુરોહિત છે, તે તારામાં વિશ્વાસ કેમ ન હોય ? તારામાં દેવીએ વિનય અને વિવેક ગુણ મૂક્યા છે, તે તારા સહાયકારી છે.” પછી તેણે રાજાની આગળ બધું પિતાનું પૂર્વ સ્વરૂપ કહી બતાવ્યું. એટલે રાજાએ કહ્યું કે હે વત્સ! વિનય વિવેકની સહાયથી તું સદોષ છતાં નિર્દોષ જ છે. કહ્યું છે કે – યસ્થ તપથ બતાઝા, ગુવાર પૂતે નરક सुवंशापि धनुदंड निर्गुणः किं करिष्यति" ॥
ગમે તે વંશમાં જન્મ પામેલ હોય, પણ ગુણવાન્ પુરૂષ પૂજાય છે, સારા વાંસને ધનુષ પણ ગુણ (દરી) વિના શું ૧૫