SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૦૭ એવામાં ભદ્રકદેવે બંને મિત્રને મનુષ્ય થયેલા જાણી તેમની પાસે જઈ એકાંતમાં પોતાના સ્વરૂપને જણાવી તથા તેમના પૂર્વભવનું સ્વરૂપ કહી તેમને પ્રતિબોધ આપ્યો અને રાત્રિભેજન તથા અભક્ષ્યાદિકને નિયમ લેવરાવ્ય; તેમજ તે પાળવામાં દઢ કર્યો. કારણ કે – "पापान्निवारयति योजयते हिताय, गुह्य च गृहति गुणान् प्रकटीकरोति । आपद्गतं च न जहानि ददाति काले सन्मित्रलक्षणमिदं प्रवदंति संतः" ॥ પાપથી અટકાવે, હિતમાં જેડે, ગુહ્યને ગુપ્ત રાખે, ગુણેને પ્રગટ કરે, આપત્તિમાં દૂર ન જાય અને અવસરે સહાય આપે–એ સન્મિત્રનું લક્ષણ છે. એમ સજજને કહે છે. તેથી ખરૂં સજજનપણું દર્શાવીને ભદ્રદેવ સ્વર્ગે ગયે. અહીં બંને ભાઈઓના પિતા વિગેરેએ કદાગ્રહથી તેમને નિગ્રહ કરવા ભેજનને સર્વથા નિષેધ કર્યો. તેથી તેમને ત્રણ લાંઘણ (ઉપવાસ) થઈ ત્રીજે દિવસે રાત્રે ભદ્રકદેવને ખબર પડવાથી તેમના નિયમને મહિમા વધારવા તેણે ત્યાંના રાજાના જઠરમાં અત્યંત પીડા ઉપજાવી. જેમ જેમ વૈદ્ય, તિષી અને માંત્રિક વિગેરે ઉપચાર કરવા લાગ્યા તેમ તેમ ઘીથી સિંચેલ અગ્નિજવાળાની જેમ તે પીડા વધતી ગઈ, એટલે મંત્રીઓ
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy