SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. પાંચ પ્રમાદ જીવને સંસારમાં પાડે છે.” માટે મનુષ્યભવ પામીને ધર્મમાં પ્રમાદને ત્યાગ કરે. વળી “મહા આરંભથી, મહા પરિગ્રહથી, માંસાહારથી અને પંચંદ્રિય જીવના વધથી પ્રાણીઓ નરકે જાય છે. જેઓ શીલરહિત, વ્રતરહિત, નિર્ગુણ, ભારહિત અને અલ્પ પણ પચ્ચકખાણ રહિત હોય છે તે મરણ પામીને નીચે સાતમી પૃથ્વીએ અપ્રતિષ્ઠાન નરકવાસમાં નારકપણે ઉત્પન્ન થાય છે.” મહા આરંભ તે પંદર કર્માદાનરૂપ છે તે કર્માદાન આ પ્રમાણે (ઈગાલી વણસાડી) અંગાર કર્મ, વનકર્મ, ગાડાકર્મ, ભાડાકર્મ, ફેટક્કર્મ, દંતવાણિજ્ય, લાક્ષાવાણિજ્ય, રસવાણિજ્ય, કેશવાણિજ્ય અને વિષવાણિજ્ય, ચંપલન, નિલ છન, અસતીપોષણ, દવદાન, તથા સરશોષણ એ પંદર કર્માદાન છોડવા લાયક છે. - તેમાં પ્રથમ અંગારકર્મ આ પ્રમાણે અંગારની ભઠ્ઠી કરવી (કેલસા પાડવા), કુંભાર, લુહાર, અને સુવર્ણકારનું કર્મ, ધાતુનાં વાસણ બનાવવાં, અને ઇંટે તથા ચુને પકતેના વડે આજીવિકા કરવી તે અંગારકર્મ કહેવાય છે. બીજુ વનકર્મ–તે છેદાયેલા, નહિં છેદાયેલા વનના પાંદડાં પુષ્પ અને ફળને વિકય તથા કણનું દલન એ રૂ૫ વૃત્તિ તે વનજીવિકા. એટલે છેદાયેલી નહિ દાયેલી વનસ્પતિ, પત્ર, પુષ્પ, કંદ, મૂળ, ફળ, તૃણ, લાકડું, ડાળ, વાંસ વિગેરેને વિકય કરે, વન કપાવવા, ધાન્ય દળાવવાં એ કર્મથી જે આજીવિકા કરવી– તે વનકર્મ.
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy