________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૮૧
દાનમાં પણ વિદ્યાદાન–એ પરમાર્થસિદ્ધિનું મૂળ કારણ છે. તેથી મુશ્કેલીથી મેળવી શકાય એ મનુષ્યભવ પામીને ધર્મમાં યત્ન કર; મનુષ્યભવ ફેગટ ન ગુમાવ. કારણ કે –જેમ ત્રણ વાણીયા મૂળ દ્રવ્ય લઈને વ્યાપાર માટે નીકળ્યા–તેમાં એકે લાભ મેળવ્ય, બીજાએ મૂળ દ્રવ્યને જ કાયમ રાખ્યું અને ત્રીજાએ મૂળ દ્રવ્ય પણ ગુમાવ્યું. જેમ આ ઉપમા વ્યવહારમાં છે, તેમજ ધર્મમાં પણ સમજી લેવી. તે દષ્ટાંત આ પ્રમાણે છે –
જબૂદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં અયોધ્યા નામે નગરીમાં ધન્ય નામનો વ્યવહારી રહેતું હતું. તેને ગુણવતી અને નેહવતી એવી ધનવતી નામે પ્રિયા હતી. તેને ધનદેવ, ધનમિત્ર અને ધનપાલ નામના ત્રણ પુત્રો હતા. તે ત્રણ યૌવન પામતાં બહુ બુદ્ધિના ભંડાર થયા.
એકદા શેઠે વિચાર કર્યો કે –“મારે ત્રણ પુત્રો છે, તેમાં ગૃહભાર આપવા લાયક કેણ છે ?” એમ વિચારી તેને નિર્ણય કરવા માટે ત્રણ પુત્રોને લાવીને કહ્યું કે –“હે વસે ! સાંભળો. તમે પ્રત્યેક ત્રણ ત્રણ રન લઈને દેશાંતરમાં જાએ, અને પોતપોતાની બુદ્ધિથી વ્યાપાર કરો. એટલે તેમણે પિતાનું વચન કબુલ કર્યું. પછી શેઠે તે પ્રત્યેક પુત્રને સવા કરોડ મૂલ્યના ત્રણ ત્રણ રને આપ્યા એટલે તેમણે લઈને સાચવી રાખ્યા પછી શ્રેષ્ઠીએ ફરી કહ્યું કે જ્યારે હું બેલાવું ત્યારે તમારે જલ્દી આવવું. આ પ્રમાણેનું પિતાનું વચન સાંભળીને તે ત્રણેમાં મેટે પુત્ર ધનદેવ કે જે અપ્રમાદી હતે તે તત્કાળ પિતાનું વચન પ્રમાણ કરીને વિજય મુહૂર્તે ત્યાંથી નિકળ્યો. જતાં જતાં તેણે બે નાના ભાઈઓને કહ્યું કે “