SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર શાળાથી સુંદર, સારી ગંધથી વાસિત અને દિવ્ય ચંદ્રવાથી યુક્ત એવા મહેલમાં સુખપૂર્વક વસે છે, અને કેટલાક ઉંદર, સર્પ, નેળિયો અને ધૂળના સમુહથી વ્યાપ્ત એવા જીર્ણ ઘરમાં રહેવાથી દુઃસ્થિત અને ઘર સંબંધી કલેશયુક્ત દેખાય છે, અને કેટલાક મિષ્ટાન્ન, પકવાન, દ્રાક્ષસનાં પાન વિગેરે ભજન તથા કમિશ્રિત તાંબુલને સુખે ઉપભેગ કરે છે, અને કેટલાક બીજાના મુખને જોતા, પરસેવા કરતા, ભુખથી ક્ષીણ દેખાતા કદનને પણ ભાગ્યે જ મેળવી શકે છે. કેટલાક ઉદાર શંગાર, સારી માળા અને સુગંધી વિલેપનથી વિભૂષિત થઈ, દિવ્ય યાન (વાહન)માં બેસી અને પરિવારથી યુક્ત થઈ કામદેવ જેવા બની ગીત ગાનવડે ક્રીડા કરે છે અને કેટલાક દિન વદનવાળા, ધન અને સ્વજનથી રહિત, દુર્દશાને પામેલા તથા દેહ અને સુખમાં ગંધાતા નારકીના જીવોની જેવા દખિત દેખાય છે. કેટલાક સંગીત તથા મનહર વીણાનાદથી શય્યામાં નિદ્રાસુખ મેળવી સવારે યાચકવર્ગના જયજયારવથી જાગૃત થાય છે અને કેટલાક શિયાળ ઘુવડ અને ગધેડાના શબ્દ સાંભળતા ખડબચડી જમીન પર સૂઈને માંકડના ડંખથી ભક્ષણ કરતા નિદ્રા પણ મેળવી શકતા નથી. આ પ્રમાણે પ્રત્યક્ષ ધર્મધર્મનું ફળ જોઈને અનંત સુખને માટે કષ્ટસાધ્ય ધર્મ પણ આરાધવા યોગ્ય છે. વળી તે જે કહ્યું કે કષ્ટ કરવાથી સુખ પ્રાપ્ત થતું નથી તે પણ છેટું છે. કડવી દવાના ચોગથી શું આરોગ્ય પ્રાપ્ત થતું નથી ? ધર્મમાં તત્પર રહેલા જીવને સ્વર્ગ કરતાં પણ અધિક સુખ પ્રાપ્ત થાય છે. ધર્મથી સુંદર કુળ, રૂપ, બળ, જ્ઞાન ધન અને યશ પ્રાપ્ત થાય છે, તેમજ ધર્મના શાસન
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy