SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કે -અરે! મુગ્ધ ! આ કષ્ટકલ્પના કેવી? કેણે તને એમ કહીને છેતર્યો છે કે સદ્ધર્મથી સદ્દગતિ થાય છે? એ બધું બેટું છે; માટે મન, વચન અને કાયાના ઈચ્છિત પૂર, તેને ઈષ્ટ વસ્તુ આપ ! રાજકુમાર તેનું આવું કથન સાંભળીને મૌન પણે વિચારવા લાગે કે –“કુહ (કદાગ્રહ) થી હઠાગ્રહી થયેલા જને સાથે વિવાદ કરતાં બુદ્ધિનું પતન થાય છે, માટે કઈ જ્ઞાની પાસેથી એને બેધ પમાડીશ. એમ ચિંતવીને તે બેસી રહ્યો. એકદા ઘણુ મુનિઓના પરિવારથી પરિવરેલા લેકચંદ્રસૂરિ બહારના અશેકવનમાં સમવસર્યા. તેમનું આગમન સાંભળીને ઘણું નગરજને તેમને વંદન કરવા ગયા, અને કુબેરસહિત કુમાર પણ મુનીશ્વરને વંદન કરવા ગયો. ત્યાં કુમારે વિધિપૂર્વક શુદ્ધ ભાવથી મુનીશ્વરને વંદન કર્યું અને કુમારના આગ્રહથી કુબેરે પણ તેમને પ્રણામ કર્યા. પછી કુમાર વિગેરે યથાયોગ્ય સ્થાને બેઠા, એટલે સૂરીશ્વરે ધર્મઉદ્યાનમાં અમૃત સમાન ધર્મ દેશના દેવાને પ્રારંભ કર્યો. તે આ પ્રમાણે – “હે ભવ્ય જી! આ જીવ સ્વભાવે સ્વછ છતાં કર્મરૂપી મળથી મલિન થઈ ચતુર્ગતિરૂપ સંસારમાં ભમતાં વિવિધ દુઃખ પામે છે. એટલે જીવ સ્વચ્છ–નિર્મળ છતાં કર્મને લઈને સંસારમાં ભમે છે અને વિવિધ દુઃખને પામે છે. તે કર્મ આઠ પ્રકારના છે – જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, નામ, નેત્ર, આયુ અને અંતરાય. તેમાં જ્ઞાનના પાંચ ભેદ છે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન. તે જ્ઞાનેને જે આવરે-આચ્છાદિત કરે તે
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy