SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાનાથ ચરિત્ર ૧૦૫ ગીત અને નૃત્ય કરવા લાગ્યા, હાથીઓ ગર્જારવ કરવા લાગ્યા અને અશ્વો હેષારવ અને હણહણાટ કરતા ચાલવા લાગ્યા. અનુક્રમે મોટા વાજીંત્રનાદ અને ઉત્સવપૂર્વક કુમાર કમલપુરની નજીકના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં વિમાનમાંથી ઉતરી રાક્ષસ અને યક્ષાદિ સહિત જિનચૈત્યમાં પ્રવેશ કરી વિધિપૂર્વક વંદના નમસ્કાર કરીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યું – મુન દ્રોના આનંદરૂપ કદને વૃદ્ધિ પમાડવામાં મેઘ સમાન તથા વિકલ૫ની કલ૫ના રહિત એવા હે વીતરાગ! તમને નમસ્કાર થાઓ. વિકસિત મુખ કમળવાળા હે જિનેશ ! તમારૂં જે ધ્યાન ધરે છે તે વિશ્વમાં ઉત્તમ અને અનંત સૌખ્યાલક્ષમી ને પાત્ર થાય છે. આકસ્મિક મેઘ સમાન એવા હે પરમેશ્વર ! તમને જોતાં જ સંસાલના માર્ગમાં રહેલ મરુસ્થલ (મારવાડ) ફિટી જાય છે. હે ભગવાન ! જ્યોતિરૂપ એવા તમેજ ગીઓને ધ્યેય છે. વળી અષ્ટકમનો નાશ કરવા માટે જ તમે અષ્ટાંગયોગ બતાવેલા છે જળમાં, અગ્નિમાં, જંગલમાં, શત્રુ સ બંધી સંકટમાં, સિંહાદિ ધાપ માં અને રોગની વિપત્તિમાં તમે જ મને શરણભૂત છે.” એ રીતે જગન્નાથની સ્તુતિ કરીને ત્યાંથી પગે પિતાના ચરણને નમસ્કાર કરવા ચાલ્યા. એ વખતે ત્યાંથી ગમન કરતાં ભેરી, ઢક્ક, મૃદંગ, પટ વિગેરે વાછત્રોનો અત્યંજ અવાજ થયો. તે સાંભળીને હરિવહન રાજાએ મંત્રીને પૂછયું કે : આ માટે અવાજ શેને સંભળાય છે ?' મંત્રી તેને ઉત્તર આપે છે, એવામાં તે વનપાળે આવીને રાજાને વધામણી આપી કે –“હે સ્વામિન ! ચિરકાળ જયવંત રહે. આપના
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy