SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કાંઈક વિચારતો તરત પાછો વળે. મેં તે જોયું હતું, તેથી ઝાડ પરથી નીચે ઉતરી આ લઈને ઘેર જઈ દીપકના પ્રકાશમાં મેં જોઈ તો તેમાં કાચના કટકા જોયા. માટે મને કંઈક ધન આપીને આ તું લઈ લે એટલે તેને થોડા પૈસા આપીને તે નવલિકા લઈ ભાઈનું આગમન જાણીને આનંદ થયો. અને તે - સન્મુખ ગયે. એવામાં માટે ભાઈ રાતે પેલા ગામમાં રહીને સૂર્યોદય વખતે ચાલ્યો, અને તે ખાડા પાસે આવ્યા. ત્યાં ધન જુએ છે, તે ત્યાં ધન ન હોવાથી તે વિલાપ કરવા લાગ્યો. રૂદન કરતે કરતે તે વારંવાર જમીન પર આળેટીને બકવાદ અને આક્રંદ કરવા લાગ્યા. તથા અહો ! બધું ગુમાવ્યું હોય એમ તે - વારંવાર બાલવા લાગ્યો. એવામાં નાનાભાઈ દેવદત્ત ત્યાં આવી પહોંચ્યા, પણ ધનદત્ત ગ્રહિતપણુથી (ચિત્તભ્રમથી) તેને ઓળખી શકય નહિ એટલે નાનાભાઈએ તેને નવલિકા આપી. તેને જોતાં જ તે સાવધાન થઈ ગયે. અને તે નવલિકાને ચુંબન અને આલિંગન દેવા લાગ્યો. પછી બંને ભાઈ એકબીજાને ભેટી કરીને ઘરે ગયા. ત્યાં બધા સ્વજન મળ્યા અને આનંદિત થયા. પછી સ્નાન, ભેજન કરી મોટાભાઈએ પૂછયું કે, “હે ભાઈ ! તે શું ઉપાર્જન કર્યું? એટલે નાનભાઈ બે કે હે ભાઈ! સાધર્મિક વાત્સલ્યાદિકમાં મેં બહુ ધનને ખર્ચ કર્યો, તે મેં ઉપાર્જન કર્યું અને એ જ મારી મુખ્ય નવલિકા જાણવી.” મોટાભાઈએ કહ્યું કે –જે મેં તે બહુ ઘન ઉપાર્જન કર્યું. નાનાભાઈ બેલ્યો કે, “હે ભાઈ! તેં બહુ ધન ઉપાર્જન કર્યું, પણ તે બધું ગુમાવ્યું, અને ફરી મારા પુણ્યથી તને પ્રાપ્ત
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy