________________
ઉત્તમસૂરીજી
પાપ મિના વિયેગને ઉપાય :
હરિકુમાર રાજા ઘણા દયાળુ અંત:કરણવાળે હતે. મારી અવસ્થા સાંભળી એનું હૃદય કરૂણાભર્યું બની ગયું. ફરીથી આચાર્ય ભગવંતને પ્રશ્ન કર્યો.
પૂજ્ય ગુરૂદેવ ! ધનશેખર આ બે પાપ મિત્રોની મિત્રતા ક્યારે તજશે? બને પાપ મિત્રો ધનને પલ્લે છોડશે કે નહિ? આચાર્ય ભગવંતે જણાવ્યું, રાજન ! સાંભળે.
શુભ્રચિત્ત” નામનું એક નગર છે. ત્યાં ત્રણ લેકના પ્રાણુઓને આનંદ આપનાર શ્રી “સદાશય” નામના રાજવી છે. એમને વિશ્વ પ્રસિદ્ધ “વરેણ્યતા” નામના મહારાણું છે. એ મહારાણુને ગુણરત્નભૂષિતા, નિર્મળ હૃદયા એવી બે સુલ ક્ષણ કન્યાઓ છે. એકનું નામ છે “મુક્તતા” અને બીજી સુકન્યાનું નામ છે “બ્રહ્મરતિ”.
જ્યારે મુક્તતા અને બ્રાતિ સાથે ધનશેખરના લગ્ન થશે ત્યારે સાગર અને મિથુન બંને પાપ મિત્રો ચાલ્યા જશે. મુક્તતા અને બ્રહ્મરતિની વિદ્યમાનતામાં આ પાપ મિત્રો રહી શકે એમ નથી, જરૂર વિગ થઈ જશે.
નરપતિ ! આપે આ વિષયમાં ચિંતા કરવા જેવી નથી, કારણ કે આપને એ વિષય નથી. આ કાર્યની ચિંતા શ્રી કર્મ પરિણામ કરે છે. આપ ચિંતા મુક્ત બને અને આત્મહિતમાં ઉદ્યમવંત બને.
આચાર્યભગવંતના કહેવાથી હરિકુમારે મારી ચિંતા છોડી