SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ કથા સારાહાર ૨૬ w કર્યાં. એ નિમિત્તશાસ્ત્રના વિચાર કર્યાં. મને એના દ્વારા જાણુવામાં આવ્યું કે કુમારી હિરકુમાર ઉપર રાગવતી બની ગઈ છે. એનું હૃદય હરિકુમાર હરી ગયા છે. મેં મહારાણીને જણાવ્યું: મહારાણી ! આપની આ વહાલી પુત્રી પ્રાણુસખા રાજપુત્ર શ્રી હરિકુમારનું એકાગ્ર ચિત્તે ધ્યાન ધરી રહી છે. કુંવરીનું મન કુમારમાં સ્થિર બન્યું છે. મહારાણીએ કહ્યું: દેવી ! આપની વાત મળતી આવે છે. આપનું વચન સત્ય જણાય છે. કારણ કે મયૂરમંજરીએ હરિકુમારને લીલાસુંદર ” ઉદ્યાન તરફ જતાં જોયા છે અને ત્યારથી જ કુવરીની આ પરિસ્થિતિ થઈ છે. આપ આ પરિસ્થિતિના ઉકેલ લાવા. આપના પ્રતાપે જ અમે નચિંત મનીશું. આપ પ્રમાણભૂત છે. મેં મયૂરમંજરીનું ચિત્રપટ તૈયાર કર્યું.. હુમડું એના જેવા અંગપ્રત્યગા ચિતર્યો. એ પ્રતિકૃતિ લઇ હું કુમાર હરિ પાસે આવી. એ પ્રતિકૃતિ એમના હાથમાં મુકી. પ્રતિકૃતિને જોઈ હરિકુમારને મયૂરમંજરી ઉપર અનુરાગ થયા. એ મનેભાવ મુખાકૃતિ ઉપરથી હું સમજી ગઈ. મહારાણી પાસે આવી મે' જણાવ્યું. દેવી ! હરિકુમાર કુંવરીનું ચિત્રપટ જોતાં જ સ્નેહાધીન બની ગયા છે. મહારાણીએ નીલકંઠ મહારાજાને એ વાત જણાવી. બન્નેએ હૃદયમાં વિચાર કર્યો, હરિકુમાર મયૂરમંજરી માટે ઘણા સુયેાગ્ય છે. રૂપ, વય, જ્ઞાન વિગેરે અનેના ઘણા મેળવાળા છે. આ બન્નેનું જીવન સુંદર જશે. આવા નિણ ય કર્યાં.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy