________________
૪૦
- પુંડરીકને વૈરાગ્ય થ અને પિતાને હજુ ન થયે જાણી સુલલિતાને દુ:ખ થયું. આખરે એને પણ જ્ઞાન થયું, અને એના માત પિતા ત્યાં આવી ગયા. એણે રજા માગી. માતા રડી પડી પણ પિતાએ સમજાવતા રજા આપી. માત-પિતા અને સુલલિતા દીક્ષા લેવા તૈયાર થયા. સાતે જણાએ દીક્ષા સ્વીકારી એજ રાત્રે અનુસુંદર ધ્યાનસ્થ બન્યા. કાળ કરી સર્વાર્થ સિદ્ધ ગયા. ' અનુસુંદરના દેહવિલયથી સલલિતાને ઘણું દુઃખ થયું. સમન્તભદ્રજીએ ઉપદેશથી શોક દૂર કર્યો. એ મહાત્મા દેવાયુ પૂર્ણ કરી “ અમૃતસાર” થશે. દીક્ષા લઈ કર્મો ખપાવી મુક્તિએ જશે. ભવિતવ્યતાને સંબંધ પૂર્ણ થશે. અનંત આનંદને ભોકતા થશે.
સુલલિતાએ તપ જપ કરી આરાધના દ્વારા કર્મો ભસ્મ કરી નાખ્યા. પુંડરીક ગીતાર્થ બન્યા. ગુરૂદેવને આગમને સાર પૂછતાં
ધ્યાનયોગ જણવ્યો. એમાં અનેક પ્રશ્નોત્તર થયાં. એમાં એક દિવ્યજ્ઞાની સુવરની વાર્તા જણાવી.
જૈન દર્શનની વિશાળતા જાણ્યા પછી પુંડરીક સમર્થ શાની બન્યા. સમન્તભદ્રાચાર્યે વિધિપૂર્વક પિતાની પાટે સ્થાપ્યા. ત્યાર પછી સમન્તભદ્રજીનો મોક્ષ થયો. છેવટે પુંડરીક આચાયે પિતાની પાટે ધનેશ્વરમુનિને બેસાડયા. પિતે અણસણ કરી મેક્ષે પધાર્યા. મહાભદ્રા અને સુલલિતા પણ મેસે ગયા. શ્રીગર્ભ વગેરે સુગતિ પામ્યા.
આ કથાનક સૌના જીવનમાં ઓછા વત્તા અંશે ઘટે છે. સુમતિ જેવા લઘુક આત્માઓ જલ્દી સમજે છે. અગૃહીતસંકેતા જેવાને બંધ થતાં વાર લાગે છે. આપણે કર્મોથી ચેતવા જેવું છે અને આત્મશ્રેય સાધવું ઘટે. અને ગ્રન્થકાર અને અવતરણકારની સંક્ષિપ્ત ગુરૂ પરંપરા છે. આ ગ્રંથ દ્વારા ભવ્યાત્માઓને ભવભીરૂતા પ્રગટે એજ અંતરની અભીસા.