SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ઉપમિતિ કથા સારાદ્વાર સુલલિતાની દશા : અનુસુંદર ચક્રવર્તીની હૃદયગમ વાણીથી સુલલિતાનું હૈયું ભીંજાણુ... અને પુ...ડરીક, શ્રીગલ રાજા અને કમલિની મહારાણીને દીક્ષાના ભાવ જાગ્યાના પ્રસંગ જેઈ મુંઝવણમાં પડી ગઇ. અને શું કરવું, શું ન કરવું એ સમજાયું નહિ. હૈયામાં ખેદ થવા લાગ્યા. હાથ જોડી એ મહાભદ્રા તરફ ખેાલી, હે ભદ્રે ! હે પૂજ્ય ! મે એવા શા પાપા કર્યા છે કે હું આવી થઈ. ધન્ય છે આ કુમળા કુમાર પુ ́ડરીકને, કે જે માત્ર સ્વભાવિક અહીં બેઠા હતા. છતાં એને અસર થઇ બધા ભાવાર્થીને એ સમજી ગયે. સમજવામાં એને સમય પણ ન લાગ્યા. આ કથા સાક્ષાત્ મને કહેવામાં આવતી હતી. એ તે માત્ર કથાપ્રસંગ સમજી સાંભળવા બેઠા હતા. હું પશુ જેવી કાંઈ સમજતી નથી અને આ પુણ્યવંત કુમાર સમજી ગયા. હું પૂજ્યઆર્યા ! શા મારા પાપ મને નડી રહ્યા છે ? સાક્ષાત્ આ ભવપ્રપ’ચ મને કહેવામાં આવી રહ્યો છે છતાં એના ભાવાર્થ કેમ સમજાતા નથી ? હે મહાભાગ મહાભદ્રા ! આપ મને ભાવાર્થ નહિ સમજમાં આવવાના કારણેા જણાવા અથવા આપ સદાગમને પૂછી મને કારણ જણાવે. આ મને કન્યા ભવના પાપે નડી રહ્યા છે. એ પૂજ્યે! મને જલ્દી સમાધાન આપે. સુલલિતાના નયનમાંથી આંસુઓની ધારા વહી જતી જોઇ કરૂણાધન-અનુસુંદરે જણાવ્યું. હું સુલલિતે ! તને તારા પાપા જાણવાની ઈચ્છા થઈ હોય તે હું તને એ જણાવું. તું આદર પૂર્વક એ હકીકત સાંભળ.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy