________________
૨૧૪.
ઉપમિતિ કથા સારિદ્વાર
એક વખતે અમે બગીચામાં વિરામ કરી રહ્યા હતાં. અમારાથી દૂરના એક આમ્રવૃક્ષની નીચે બે કેઈ અજાણ યુવતિઓ બેઠેલી હતી. એ અમારા જેવામાં આવી. એના રૂપલાવણ્ય આગળ રતિદેવી પણ ઝાંખા જણાતા હતા. રૂપેરી રૂપની મૂર્તિ જણાતી હતી.
મૃગનયને! એ નમણી નારી નયનેના કટાક્ષ બાણ દ્વારા મારા ઉપર પ્રહાર કરતી હતી. એના નયનબાણે મારા હૃદયમાં પ્રવેશી જતા હતા. પ્રેમના નવનીતથી છલકતી એ રૂપવતીને જોઈ હું વિચારે ચડ્યો. અરે? આ શુ લક્ષમીદેવી છે? શું મદનપત્ની રતિદેવી છે? આ શું દેવાંગના તે નહિ હોય ? આ કેણ સૌભાગ્યવતી હશે? અપ્સરા હશે?
એ અજ્ઞાત નારી ઉપર અત્યન્ત દેહ પામી ચૂકયો હતું. મારા નયન અને મુખના પરાવર્તનથી મારા હૃદયની વાત કુલંધર સમજી ગયું હતું. મને શરમ થવા લાગી. મેં મારા ભાવેને દાબવા પ્રયત્ન કર્યો ત્યાં કુલંધર કુમારે કહ્યું, મિત્ર! રમત-ગમતમાં આપણે ઘણે સમય પસાર થઈ ગયો છે, હવે આપણે ઘરે જઈશું ?
મેં કહ્યું, જેમ તને ગમે એમ કરીએ. અમે બને ઘરે ગયા. દૈનિક કાર્યક્રમને નિકાલ કરી રાત્રે શયનખંડમાં ગયા. મેં એ રાત મહામુશીબતે પૂરી કરી. એક રાત સે રાત કરતા મેટી થઈ પડી. વિયેગીની રાત કેમે જતી નથી.
સવારે ઉઠી મિત્ર કુલંધરને સાથે લઈ હું ઉદ્યાનમાં આવ્યો. મનમાં ગયા દિવસે જેએલી યુવતિને જોવાની અતિ