________________
२०६
ઉપમિતિ કથા સારોદ્ધાર
અંતિમ મંગલ :
હે મહાનુભાવે ! જે તમારે મેક્ષનગર ભણી જવા ઈચ્છા હાય તે મહાકટુ ફળ દેનારા મહામહને નાશ કરે. પાપી પરિગ્રહને હાંકી કાઢે અને રાગજન્ય શબ્દ સાંભળવાની ઈચ્છાને નવગજના નમસ્કાર કરે.
એ માટે આ પ્રસ્તાવમાં આવેલા ઘનવાહન અને બાલિશના દષ્ટાંતને નજર સન્મુખ રાખે. તેથી તમને મહામહ અને પરિગ્રહ મુંઝવશે નહિ અને મધુર શબ્દો પ્રતિ રાગ થશે નહિ. इति श्री देवेन्द्रसूरिविरचिते उपमिति-भवप्रपञ्चकथासारोद्धारे मोहपरिग्रहश्रवणेन्द्रियविपाकवर्णनो नाम
सप्तमः प्रस्तावः समाप्तः